તા.22.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવા ગ્રુપ પ્લાસ્ટિક ટુર્નામેન્ટમાં હનુમાન ચાલીસા કરવામાં આવી
દર શનિવારે સાપ્તાહિક આયોજન પ્રમાણે ખુલ્લાં ગ્રાઉન્ડમાં ક્રિકેટ રસિયાઓ સાથે હનુમાન ચાલીસા કરાઈ હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર તેમજ ઉદ્ધાર માટે સતત કાર્યસીલ રહેતું ઝાલોદ નગરનું બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ
ઝાલોદ નગરમાં છેલ્લા એક મહિનાથી ભાગવા ગ્રુપ આયોજિત પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ નગરપાલિકાના લાલ બાગ મેદાનમાં રમાઈ રહેલ છે. આ ટુર્નામેન્ટમાં નગર તેમજ આજુબાજુના વિસ્તારના ક્રિકેટ રસિયાઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો અને આખી ટુર્નામેન્ટનો લ્હાવો નગરજનો શાંતિ પૂર્ણ વાતાવરણમાં લઈ રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં ક્રિકેટ રસિયાઓ મેચ જોવા દરરોજ આવતા હોય છે. ભગવા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહુથી મહત્વની વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં મોટાં પ્રમાણમાં હિન્દુ સંગઠનોની ટીમો એ ભાગ લીધો છે તેમજ બે ટીમો વચ્ચે ટોસ ઉછળતા પહેલા જય શ્રી રામ બોલી ટોસ ઉછાળી મેચની શરૂઆત કરવામાં આવે છે. ભગવા ટુર્નામેન્ટ દરમિયાન હિન્દુ ધર્મને લગતા તહેવાર અને હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે પ્રાણ ત્યાગનાર અજર અમર લોકોની પુણ્ય તિથિ કે તહેવારની પણ ઉજવણી કરી તેમની દેસસેવા માટે બલિદાન આપનાર મહાપુરુષોને યાદ પણ કરાય છે. મહારાણા પ્રતાપ જયંતિનું ખૂબ ઉમંગ થી યાદ કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સાપ્તાહિક હનુમાન ચાલીસા વિવિધ હિન્દુ વિસ્તારમાં તેમજ મંદિરોમાં કરાય છે જેથી ધર્મ પ્રત્યે લોકોની ભાવના અને ઉત્સાહ વધુ મજબૂત બને. આજરોજ શનિવાર હોવાથી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લાલ મેદાનમાં ક્રિકેટ રમતા રસિયાઓ અને ટીમોની સાથે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરાયાં હતાં. તેમજ ઉપસ્થિત સહુ લોકોને ધર્મ વિશે જાગૃત થવા અંગેનું માર્ગદર્શન દર્શન આપવામાં આવ્યું હતું. અને સદાય હિન્દુ એકતા અને સંગઠન મજબૂત રાખવાં કાર્ય કરવાં માટે લોકોને પ્રેરિત કર્યા હતા. આજનાં આ પ્રોગ્રામમાં ચિરન ચૌહાણ, વૃશાંક ચૌહાણ, ભાવેશ પરમાર તેમજ રાજેશ પંચાલ અને ક્રિકેટ ટીમ તેમજ અન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા