તા.19.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ શહેરમાં વ્યાજ ખોરોના ત્રાસથી લીધે કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધાના બનાવેામાં સતત વધારો થતાં પેાલિસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે ત્યારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકો હવે આ ત્રાસમાંથી છુટકારો મેળવવા પોલિસ સ્ટેશનના દરવાજે દસ્તક દઇ રહ્યા છે. તેવા સમયે દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા નિયત કરેલા વ્યાજ કરતા વધુ વ્યાજે નાણાધીરી વ્યાજ સહિતનાં નાણા વસુલ્યા છતાં વધુ નાણા પડાવવા પઠાણી ઉધરાણી કરી ત્રાસ આપનારા છ જેટલા વ્યાજખોરો સામે બે ફરિયાદો નોંધાયાનું જાણવા મળ્યું છે
દાહોદ વણઝારવાડમાં રહેતા નાજીમભાઈ નજમુદ્દીન મોગલે લુહાર) દાહોદ વણઝારવાડમાં રહેતા શાકીર એહમદભાઈ વાયડા પાસેથી એક લાખ રૂા. ૨૦ ટકાના વ્યાજે લીધા હતા. જે વ્યાજ સહિત ચુકવી દીધા હતા. ત્યારબાદ દાહોદ જુનીકોર્ટ રોડ પર રહેતા ઇબ્રાહીમભાઈ સલામભાઈ બાંડીબારવાલા પાસેથી રૂા. ૧ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધ હતા. જે વ્યાજ સહિત ચુકવી દીધી હતી. ત્યારબાદ દાહોદ એમએન્ડ પી હાઈશ્કુલ પાસે રહેતા સઉદ બજારીયા પાસેથી ૩૦ ટકાનાં વ્યાજે રૂા. એક લાખ લીધા હતા. જે પણ વ્યાજ મુકી સહિત ચુકવી દીધા હતા. અને ત્યારબાદ દાહોદ જુની કોર્ટ પાછળ નાના ડબગરવાડા માં રહેતા અખતર સફીભાઈ પટેલ પાસેથી ૨૦ ટકાના વ્યાજે પાંચ લાખ રૂા. લીધા હતા. અને તે પણ મુકી વ્યાજ સહિત ચુકવી દીધી હતી. તેમ છતા ઉપરોક્ત ચારે વ્યાજખોરો નાજીમભાઈ નજમુદીન મોગલ પાસેથી વ્યાજના રૂા. ૨૧ લાખ વધુ કઢાવવા માટે અવારનવાર ઘરે કે રસ્તામાં મળે તે સમયે બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતા હોવાથી દાહોદ વણઝારવાડમાં અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા નાજીમભાઈ નજમુદ્દીન મોગલે દાહોદ શહેર એ ડિવીઝન પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દાહોદ ટાઉન પોલિસ આ સંદર્ભે દાહોદ વણઝારવાડમાં રહેતા શાકીર એહમદ ભાઈ વાયડા, દાહોદ જુની કોર્ટ રોડ પર રહેતા ઇબ્રાહીમભાઈ સલામભાઈ બાંડીબારવાલા , દાહોદ એમએન્ડ પી હાઈસ્કુલ પાસે રહેતા સઉદ બજારીયા તથા દાહોદ જુની કોર્ટ પાછળ નાના ડબગરવાડમાં રહેતા અખતર સફીભાઈ પટેલ વિરુદ્ધ ઇપીકોક ૩૮૪,૫૦૪, ૫૦૬(૨) , ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ કલમ ૪૦,૪૦(એ) મુજબ ગુનો નેાંધઈ આગળની કાર્યવાહી હાથ ધરી ચારેની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે વ્યાજખોરીના બીજા બનાવમાં દે.બારીયા પીટીસી કોલેડ રોડ શિવપાર્ક સોસા. લાલબંગલા પાસે રહેતા ૪૭ વર્ષીય કોકીલાબેન કનુભાઈ ધીરાભાઈ રાઠવાએ પોતાના ગર્ભાશયના ઓપરેશન તથા બીજા કામ માટે પૈસાની જરૂર પડતાં તા. ૨૧.૧૦.૨૦૧૩ ના રોજ દે.બારીયા ખાતેની હિરેન જવેલર્સ નામની સોના – ચાંદીની દુકાન પરજઇ તે દુકાનદાર પંકજભાઈ કનૈયાલાલ સોની પાસે પોતાનું મકાન ગીરો મુકીને રૂા. પાંચ લાખ વ્યાજે લીધા હતા. તે પૈસા તેઓએ વ્યાજ સહિત રૂા. ૧૦ લાખ ચેક દ્વારા આપી દીધેલ હોઈ અને તે પછી બીજીવાર કોકીલાબેન રાઠવાને પૈસાની જરૂર પડતાં પંકજભાઈ કનૈયાલાલ સોની પાસે પોતાના સોના – ચાંદીના દાગીનામુકી રૂા. ૪૫૦૦૦૦ વ્યાજે લીધા હતા. તેમાંથી રૂા. ૧,૫૦,૦૦૦ ભરી દીધેલ હોઈ અને કોકીલાબેન રાઠવા પોતાની રકમ છોડાવવા પંકજભાઈ કનૈયાલાલ સોનીને હિરેન જવેલર્સ નાની સોના – ચાંદીની દુકાને ગયા હતા. ત્યારે પંકજભાઈ કનૈયાલાલ સોની તથા તેના છોકરા હિરેનભાઈ પંકજભાઈસોનીએ કોકીલાબેનને તમો ૧૩ લાખ ભરો તેમ કહી અવારનવાર મોબાઈલ ફોન પર તેમજ કોકીલાબેનના ઘરે જઇ ગાળો બોલી મુળ રકમ તથા વ્યાજ મળી રૂા. ૧૩ લાખ ની માંગણી કરી જાે તમે પૈસા આપવા માંગતા ન હોય તો તમારૂ મકાન અમારાનામે કરી અમારા નામનો દસ્તાવેજ કરી આપ તેવું કહીદબાણ કરી બળજબરી પુર્વક રૂા. ૧૩ લાખની ઉઘરાણી કરી રહ્યા છે. આ સંબંધે કોકીલાબેન કનુભાઈ ધીરાભાઈ રાઠવાએ દે.બારીયા પોલિસ સ્ટેશને ફરિયાદન નોંધાવતા પોલિસે વ્યાજખોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બંન્ને બાપ બેટાની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે