DAHOD

દાહોદ તાલુકાના જાલદ ગામ પાસે મોટરસાઈકલ ચાલકને  અજાણ્યા વાહનને ટક્કર મારતા મોટરસાઈકલ ચાલકનું મોત

તા. ૧૦. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદ તાલુકાના જાલદ ગામ પાસે મોટરસાયકલ ચાલકને  અજાણ્યા વાહનને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકનું મોત

દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર ફરીવાર આજરોજ પરિવારનો લાલ કાળનો કોળીયો બન્યો દિન પ્રતિ દિન અમદાવાદ ઇન્દોર હાઇવે ઇન્દોર અમદાવાદ હાઇવે અકસ્માત ઝોન તરફ વધી રહ્યો છે દિન પ્રતિ દિન વધી રહેલા અકસ્માતોના કારણે આં હાઇવે પર પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છે દિન પ્રતિ દિન વધી રહેલા અકસ્માતોનું નિયંત્રણ લાવવા કોઈ કડક પગલાં લેવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે દાહોદ શહેરના આસપાસના ગામના લોકો રોજી રોટી કમાવા ફરવા.ખરીદારી કરવા આવતા હોય છે અને આં હાઇવે દરેક અને કેટલાય ગામોને જોડતો હાઇવે છે જેના કારણે વાહન ચાલકો અમદાવાદ ઇન્દોર હાઇવે ઇન્દોર અમદાવાદ હાઇવે પરથી પસાર થવા પસંદ કરે છે પણ અમદાવાદ અને ઇન્દોર તરફથી આવતા ફોર વ્હિલ વાહન ચાલકો પોતાના વાહનો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડાવી લાવી હાઇવે પરથી દિવસ તેમજ રાત્રી દરમિયાન પસાર થતા મોટર સાઇકલ ચાલકોને અડફેટ માં લેતા હોય છે અને અકસ્માત કરી ફરાર થઈ જતા હોય છે જેમાં આવુજ એક બનાવ રાત્રીના સમયે બનવા પામ્યો જેમાં અમદાવાદ તરફથી અજાણયો વાહન ચાલક પોતાના કબ્જાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડાવી લાવી કતવારા તરફ જતા મોટર સાઇકલને જોષ ભેર રીતે ટક્કર મારી ફરાર થયો હતો જેમાં મોટર સાઇકલ ચાલક મોટર સાઇકલ લઈ રોડ પર ફગોડાતા મોટર સાઇકલ ચાલકને માથા તેમજ હાથ પગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું અકસ્માત થતા હાઇવે પરથી પસાર થતા લોકોએ હાઇવે નજીક ભેભાન અવસ્થામાં પડેલ ઈસમને જોતા તેઓ રોકાયા હતા અને અકસ્માતની જાણ કતવારા પોલિસને કરવામાં આવી હતી જેની જાણ થતાજ પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!