તા.21.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના કાળીતળાઈ પીકઅપ બસ સ્ટેન્ડ પાસેથી રૂલર પોલીસે ₹33,216 રૂપિયાના વિદેશી દારૂ સાથે ઈસમને ઝડપી લીધો
તારીખ 18 1 2023 ના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદ રૂલર પોલીસ રાબડાલ ગામ પાસે હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે કાળીતલાઈ પીકઅપ બસ સ્ટેશન પાસે એક ઈસમ મીણીયાના થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ઉભો છે તેવી બાતમીના આધારે પોલીસે કાળીતળાઈ પીકઅપ બસ સ્ટેશન પાસે પહોંચી અને બાતમી વાળા ઈસમ પાસે રેડ કરવા જતા બે મીણીયાના થેલામાં રોડની સાઈડમાં ઉભેલા યુવક ઉપર નજર જતા તે ઈસમ પોલીસને દેખી ભાગવા લાગ્યો હતો ત્યારે પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેના રહેલા થેલાઓમાં તપાસ હાથ ધરતા બંને થેલાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને પોલીસે તે યુવકનું નામ પૂછતા તે યુવકે પોતાનું નામ મનેષભાઈ રૂમાલભાઈ મીનામા રહેવાસી રળીયાતી સાંગા મીનામાં ફળ્યું દાહોદનો હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તેની પાસેના રહેલા બે થેલાઓમાં તપાસ હાથ ધરતા 312 નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 33,216 રૂપીયાના વિદેશી દારૂ સાથે તે ઈસમને ઝડપી તેની સામે રૂલર પોલીસે પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી