સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે વંદન કરવામાં આવ્યા 

0
17
વાત્સલ્યમ્ સમાચાર

તા.20.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે વંદન કરવામાં આવ્યા

IMG 20230120 WA0017 1
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા તારીખ ૧૯ જાન્યુઆરી ના રોજ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે મહારાણા પ્રતાપની પુણ્ય તિથિ નિમિત્તે સાદર વંદન કરવામાં આવ્યા હતા.. તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ સમક્ષ મહારાણા પ્રતાપના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી સંગાડા દ્વારા મહારાણા પ્રતાપનો પરિચય આપ્યો હતો. હલધીઘાટી ના યુદ્ધ દરમિયાન તે સમયના વેપારી ભામાશાએ અનુદાન આપ્યું હતું. તેમના ભાલાનું વજન ૮૧ કિલો અને બખ્તરનું વજન ૭૨ હતું. ભાલો, બખ્તર અને બે તલવારો મળીને કુલ વજન ૨૦૮ કિલોગ્રામ હતું. તેમજ ચેતક ઘોડા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આમ, રાણા પ્રતાપની પ્રતાપની પુણ્ય તિથિ નિમિત્તે સાદર વંદન કરવામાં આવ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews