દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અદ્યતન ડીલીવરી રૂમનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું

0
13
વાત્સલ્યમ્ સમાચાર

તા.19.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અદ્યતન ડીલીવરી રૂમનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું2

તારીખ ૧૯મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડહોસ્પિટલ, દાહોદ ખાતે આધુનિક ૬(છ) ડીલીવરી ટેબલ તથા નવજાત શિશુની તાત્કાલિક સારવાર માટે ઉપયોગી સાધનોથી સજ્જ અતિ અદ્યતન ડીલીવરી રૂમનું ઉદ્‌ઘાટન ઝાયડસ હોસ્પીટલના સી.ઈ.ઓ.શ્રી પ્રોફ.(ડો)સંજય કુમાર, ડીનશ્રી પ્રોફ.(ડો.)સી.બી. ત્રિપાઠી, મેડીકલ સુપરીન્ટેન્ડન્ટશ્રી ડો.ભરત હઠીલા, ગાયનેક વિભાગના વડા ડો.દિના શાહ, જનરલ મેનેજરશ્રી પ્રકાશ પટેલ, સીનીયર મેનેજર હેતલ રાવ તથા ગાયનેક વિભાગની ટીમ તથા અન્ય સ્ટાફ મેમ્બર્સની ઉપસ્થિતીમાં અધ્યતન ડીલીવરી રૂમનું ઉદ્‌ઘાટન સંપન્ન થયું હતું. ગાયનેક વિભાગના નવા ૬(છ) ટેબલ વધવાથી હવે કુલ ૧૧ ટેબલની સુવિધા પ્રાપ્ત થશે જુના ૫(પાંચ) ટેબલ નો સેપ્ટિક લેબર ટેબલ તરીખે વાપરવામાં આવશે અને નવા ટેબલ ક્લીન લેબર ટેબલ તરીકે વપરાશે જેનાથી સગર્ભ માતાઓને સ્વચ્છતા સાથે સઘન સારવાર મળશે આ રીતે સરકારનો તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળકએ વિચાર સાર્થક થશે. દાહોદ જીલ્લા તથા આજુ બાજુના વિસ્તારમાંથી રીફર થતા અને ગુંચવણ ભરેલા કેસીસ ને અહિયાં સઘન સારવાર મળી રેહશે. જેઓને આ સુવિધા આશીર્વાદ રૂપ થશે

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews