DAHOD

દાહોદ શહેરમાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસીંગ પરથી એક યુવકને દાઢી અને મોઢાના ભાગે ચાઈનીઝ દોરો ફરી વળતા ગંભીર ઈજાગ્રસ્ત

તા.12.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

 

દાહોદ શહેરમાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસીંગ પરથી એક યુવક પોતાની મોપેડ ટુ વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યો હતો તે સમયે તેની દાઢી અને મોઢાના ભાગે પતંગની ચાઈનીઝ દોરી ફરી વળતાં ગંભીર ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવતાં યુવકને ૧૪ જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી.

 

દાહોદ તાલુકાના મોટીસારસી ગામે રહેતાં મૃગેશભાઈ મેડા જેઓ પોતાની એક્ટીવ ટુ વ્હીલર મોપેડ લઈ દાહોદ શહેરમાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસીંગ પરથી ગઈકાલે સાંજના સમયે મોટીસારસીથી ગોધરા રોડ તરફ આવી રહ્યાં હતાં તે સમયે રસ્તામાં પતંગની ચાઈનીઝ દોરી તેઓની દાઢી અને મોઢાના ભાગે ફરી વળતાં મૃગેશભાઈને મોઢાના ભાગે તથા દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને તેઓને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તબીબો દ્વારા તેઓની દાઢીના ભાગે ૧૪ જેટલાં ટાંકા લેવાની ફરજ પડી હતી ત્યારે ઈજાગ્રસ્ત પરિવારજનોના જણાવ્યાં અનુસાર, ચાઈનીઝ દોરીનું વેચાણ બંધ થવું જાેઈએ અને લોક જાગૃતિ માટે લોકોએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ ઈજાગ્રસ્તના પરિવારજનો દ્વારા જાહેર જનતાને અપીલ કરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!