AHAVADANGGUJARAT

Dang:આહવા ગાંધીનગર નવી એ.સી એક્સપ્રેસ બસ સેવાનો પ્રારંભ: જાહેર જનતાંને લાભ લેવાં અનુરોધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગાંધીનગર – આહવા એક્સપ્રેસ એ.સી બસ સેવાનો ગાંધીનગર ડેપોથી પ્રારંભ કરાયો છે. આ બસ ૧૭ કલાકે ગાંધીનગર થી ઉપડી ૪: ૩૦ કલાકે આહવા આવશે અને આહવા થી  ૧૮: ૧૫ કલાકે ઉપડી ૫:૩૦ કલાકે ગાંધીનગર પહોંચશે. આ બસ આહવા થી વાયા વાંસદા, ઉનાઇ, બુહારી, વાલોડ, બારડોલી, સુરત, વડોદરા, અમદાવાદ ગીતામંદિર, રાણીપ થઈ ગાંધીનગર જશે. તેમજ આહવા થી ગાંધીનગર સુધી આ બસનું અંદાજિત ભાડુ રૂપિયા ૮૦૦ જેટલું થશે. ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવી બસ સેવાનો લાભ લેવાં જાહેર જનતાંને અનુરોધ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!