AHAVADANGGUJARAT

Dang: આહવા પોલીસની ટીમે છાણ – કચરાના ઉકરડામાંથી ગેરકાયદેસરનો 44 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના બોરખલ ગામ ખાતે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચવાના ઇરાદાથી દારૂનો જથ્થો છાણ – કચરાના ઉકરડામાં સંતાડી રાખવામાં આવ્યો હતો.જોકે આહવા પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરી અને પી.એસ.આઈ.એ.એચ.પટેલની ટીમે બાતમીના આધારે આ 44 હજાર કરતાં વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.આહવા પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરી અને પી.એસ.આઈ.એ.એચ.પટેલની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે,બોરખલ ગામના પાયરઘોડી ફળીયા ખાતે રહેતા મધુભાઇ રતનભાઈ ગાયકવાડએ  પોતાના ઘર પાસે આવેલ છાણ કચરાના ઉકરડામાં વિદેશી દારૂ સંતાડી રાખી ખાનગી રાહે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે મધુભાઈ ગાયકવાડનાં ઘર પાસે રેડ કરી હતી.ત્યારે ઘરની સામે આવેલ  છાણ કચરાના ઉકરડામાંથી  પાસ પરમીટ વગરનો  ભારતીય બનાવટનો વિદેશી દારૂ બાટલીઓ નંગ-૬૦૧  જેની કિંમત રૂપિયા ૪૪, ૪૫૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જોકે રેડ દરમિયાન મધુભાઇ રતનભાઈ ગાયકવાડ ત્યાંથી નાસી છૂટ્યો હતો.જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરેલ છે.આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!