વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં આવેલ કુશમાળ ગામે પ્રવાસન સ્થળ ભીગુ ધોધનાં પ્રમુખે મંડળીનાં લાખો રૂપિયા વાપરી નાખતા ગ્રામજનોએ વાર્ષિક સાધારણ સભાનો બહિષ્કાર કર્યો..!
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં આવેલ કુશમાળ ગામે (ભીગુ ધોધ – પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી ) આવેલી છે.આ મંડળી રજીસ્ટ્રેશન નં.10511 તા. 14/03/2017 માં રજીસ્ટ્રેશન થયેલ છે.(ભીગુ ધોધ ) પ્રવાસન સ્થળ હોવાથી દર વર્ષે ચોમાસુ દરમ્યાન ધોધની મજા માણવા અને જોવા માટે હજારો પ્રવાસીઓ આવે છે.અહી આવનાર પ્રવાસીઓ પાસેથી સ્થાનિક રજીસ્ટ્રેશન થયેલ મંડળી દ્વારા ગાડી પાર્કિંગ, વ્યક્તિગત ફી વગેરે ફાળો ઉઘરાણી કરવામાં આવે છે.વર્ષ : 2021/22 માં આ ઉઘરાણીની રકમ ₹. 1.60,000/-(એક લાખ સાંઠ હાજર રૂપિયા થઈ હતી.) અને ચાલુ વર્ષ : 2022/23 માં પણ ઉઘરાણી કરવામાં આવી જેનો કોઈ હિસાબ આપવામાં આવ્યો નથી.વાર્ષિક સાધારણ સભા : તા : 29/9/2023 ના રોજ યોજાઈ હતી.જેમાં મુદા નં. 2 માં બહાલી ગ્રામજનોએ ના પાડી હતી. કારણ કે ગત વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ વંચાણે લઈ બહાલી આપવા બાબતે લોકો એ પ્રશ્ન કર્યો હતો કે વર્ષ : 2021/22 ના (₹.1.60,000/-) આ રૂપિયા કયાં છે.તેનો હિસાબ આપો પછી જ બાકીની ચર્ચા થશે.પ્રમુખ દ્વારા ઉપરોક્ત રકમ બાબતે કોઈપણ હિસાબ નહીં આપતાં સાધારણ સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
સાથે જ ડાંગ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ને પણ આ બાબતે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.હાલમાં ગ્રામજનોની એક જ માંગણી છે કે 2021/22 નો ₹. 1.60,000/- અને 2022/23 નો નવો હિસાબ વગેરેનો ટોટલ હિસાબ કરી ચોખવટ કરવામાં આવે ત્યાર પછી જ જુના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તથા દરેક હોદ્દેદારો રાજીનામાં આપે એવી પણ માંગણી કરી છે.સાથે આ (ભીગુ ધોધ) ની જે પણ આવક આવે ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગના ભાગીદારીમાં હોવાથી ફોરેસ્ટ વિભાગનાં જવાબદાર અધિકારી આ બાબત યોગ્ય પગલા લે અને જો ઉંચાપત કરેલ વ્યક્તિ (પ્રમુખ) ઉપરોક્ત રકમની ચોખવટ નહીં કરે તો તેની વિરુદ્ધ ઉંચાપત નો કેસ દાખલ કરવામાં આવે અને ત્યારબાદ નવા હોદ્દેદારોની નિમણુંક કરી પ્રવાસન સ્થળને ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે..