વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ સહીત એલ.સી.બી વિભાગ,સાપુતારા પોલીસ મથક,સુબિર પોલીસ મથક,આહવા પોલીસ મથક તેમજ વઘઇ પોલીસ મથકની પોલીસ કર્મીઓની ટીમોએ વર્ષ દરમ્યાન ઠેરઠેર સઘન પેટ્રોલીંગ હાથ ધરી પ્રોહીબિશન હેઠળ ગુનાઓ નોંધી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
જેમાં આહવા પોલીસ મથકની ટીમે પ્રોહીબિશન હેઠળ 57 ગુનાઓનાં કેસો નોંધી 5,211 બોટલ નંગ જેની કિંમત 5,88,607 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે વઘઇ પોલીસની ટીમે પ્રોહીબિશનનાં 29 ગુનાઓનાં કેસો નોંધી કુલ 6051 બોટલ નંગ જેની કિંમત 10,21,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તથા સુબિર પોલીસની ટીમે પ્રોહીબિશન હેઠળ 18 ગુનાનાં કેસો નોંધી કુલ 984 બોટલ નંગ જેની કિંમત 59,956 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જયારે પ્રવાસન સ્થળ સાપુતારા પોલીસ મથકની ટીમે પ્રોહીબિશન હેઠળ 47 ગુનાનાં કેસો નોંધી કુલ 34,124 બોટલ નંગ જેની કિંમત 66,38,234 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ડાંગ જિલ્લાનાં અલગ અલગ પોલીસ મથકો દ્વારા પ્રોહીબિશન હેઠળ ઝડપી પાડવામાં કુલ કિંમત 83,08,547 નો ઈંગ્લીશ દારૂનાં જથ્થા પર ગતરોજ ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ,ડાંગ પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો..
ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પ્રોહીબિશન એક્ટ હેઠળ ઝડપી પાડેલ ૮૩,૦૮,૫૪૭ નો ઈંગ્લીશ દારૂનો જથ્થો નાશ કર્યો….
વાત્સલ્યમ્ સમાચાર