વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના એક ગામની 13 વર્ષીય તરુણીને દાવદહાડની એક મહિલાએ 2021માં આહવા તાલુકાનાં મોરઝીરા ગામનાં યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.જે બાદ આ તરુણી માતા બની હતી.ત્યારે ભોગ બનનારની મોટી બહેને મહારાષ્ટ્રમાં ઝીરો નંબર થી ગુનો નોંધાવ્યો હતો જે હાલમાં ટ્રાન્સફર થઈને વઘઈ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવેલ છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના એક ગામની એક તરુણી (ઉ. વ.13)નાં લગ્ન 2021માં સોનાઈબેન ઉલેશભાઈ પવાર (રહે. દાવદહાડ તા.આહવા જી.ડાંગ ) અને રાધુબેન ઈશાનભાઈ બરડે (રહે. મોરઝીરા, તા.આહવા જી.ડાંગ ) એ વિજય ઈશાનભાઇ બરડે (ઉ. વ.22 હાલ રહે.મોરઝીરા, તા.આહવા જી.ડાંગ ) સાથે કરાવ્યા હતા.અને તરુણી ગત તા.15/08/2024 ના રોજ માતા બનતા તરુણીની મોટી બહેને મહારાષ્ટ્રના પુનાના યવત પોલીસ મથકે સોનાઈબેન પવાર, રાધુ બેન બરડે અને વિજય બરડે વિરુદ્ધ ઝીરો નંબર થી ગુનો નોંધાવ્યો હતો.આ ગુનો ટ્રાન્સફર થઈને હાલ વઘઇ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે.હાલમાં વઘઈ પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.રાજપૂતે સત્યતા તપાસી ત્રણેય વિરુદ્ધ પોસ્કો હેઠળનો ગુનો દાખલ કર્યો છે.તેમજ આ બનાવ અંગેની વધુ તપાસ સર્કલ પીઆઇ વી. કે. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરના 69માં મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ યોજાઈ.
દેવાના કારણે આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારની મુલાકાત લેશે અરવિંદ કેજરીવાલ: અજિત લોખીલ AAP
Follow Us