વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
નવસારી જિલ્લાના અધિકારીઓ જિલ્લાના વિકાસ કામોમાં પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્ય કરે. – નવસારી જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવ વિધાનસભાની ચૂંટણી બાદ નવસારી જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં નવસારીના ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈએ વિવિધ વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્નોને કલેકટરશ્રી સમક્ષ રજુ કર્યા હતા.બેઠકમાં કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવએ લોક પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને વહેલી તકે નિકાલ કરવા તાકીદ કરી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. આ સાથે ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ગુજરાત પંચયાત સેવા પસંદગી બોર્ડ દ્વરા લેવાનાર પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કચાસ ન રાખવાની સુચના સંબંધિત અધીકારીઓશ્રીને આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી , જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ.ગઢવી સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.