વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ગુજરાતનું મજૂર અધિકાર મંચ વર્ષોથી કામદારોના હિત માટેની લડાઈ લડી રહ્યુ છે.મજૂર અધિકાર મંચ દ્વારા શેરડી કાપણીનાં કામદારોની માંગણીઓ વર્ષોથી સતત અને સંળગ કરવા માટે અગત્યની ભૂમિકા ભજવેલ છે.
જે સંદર્ભે હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીનાં પૂછાયેલા પ્રશ્નનાં જવાબમાં ગુજરાત રાજ્યનાં શ્રમમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્યમાં શેરડી કાપણીની કામગીરી કરતા આશરે 3 લાખ કામદારોનાં લઘુતમ વેતનમાં 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે આ લઘુતમ વેતનમાં ફેબ્રુઆરી 2022માં ડ્રાફ્ટ અંગેનું નોટિફિકેશન રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ અને સદર નોટિફિકેશનને છેલ્લા 14 મહિના વીતી ગયા હોવા છતાંય તેનો અમલ કરવામાં આવેલ નથી.જેથી શેરડી કાપણી કરતા કામદારોની આખી સીઝનમાં લઘુતમ વેતન ન વધારવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે.અને આ બાબતે કામદારોએ એક વર્ષથી હાલાકી વેઠી રહ્યાં છે.આ બાબતે મજૂર અધિકાર મંચ દ્વારા શેરડી કાપણીનાં મજૂરોનાં સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે વાલોડ તેમજ બારડોલી ખાતે મિટિંગ પણ યોજાઈ હતી.આ મીટીંગમાં કામદારોએ ઠરાવ પસાર કરતા જણાવ્યુ હતુ કે દક્ષિણ ગુજરાતનાં શેરડી કાપણીનાં મજૂરોનું લઘુતમ વેતન 476 રૂપિયા પ્રતિ ટન ડ્રાફ્ટ નોટિફિકેશન નાં તારીખથી ગેઝેટ કરવામાં આવે.અને ગુજરાત રાજયનાં છેવાડેનાં ડાંગ જિલ્લાનાં તેમજ દક્ષિણ ગુજરાતનાં આદિવાસી કામદારોને વહેલી તકે ન્યાય મળે તેવી સરકાર પાસે આશા વ્યક્ત કરી છે.ત્યારે રાજય સરકાર દક્ષિણ ગુજરાતનાં શેરડી કામદારોનાં હિત માટે આગામી દિવસોમાં કેવા નિર્ણયો લેશે તે જોવુ રહયુ….
ડાંગ:દક્ષિણ ગુજરાતનાં શેરડી કાપણીનાં કામદારોનાં લઘુતમ વેતન પ્રતિ ટન વધારવા બાબતેની બેઠક યોજાઈ…
વાત્સલ્યમ્ સમાચાર