AHAVADANG

સાપુતારા ખાતે સ્પોર્ટ્સ રાઈડ બાઈક ચાલકે વિદ્યાર્થીનીને અડફેટમાં લેતાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત છે.હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહે છે.ત્યારે ગિરિમથક સાપુતારા ખાતેનાં જોવાલાયક સ્થળોએ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે સ્પોર્ટ્સ બાઈક સહિત બાઈસીકલ એક્ટિવિટીઓ ધમધમી ઉઠી છે.આ પરવાનગી વગરની રાઈડો ફરવા આવેલ પ્રવાસીઓ માટે જીવલેણ સાબિત થવા પામી છે.સાપુતારા ખાતેનાં ટેબલ પોઈંટ, સનરાઈઝ પોઈંટ તેમજ બોટીંગનાં સ્થળોએ ગેરકાયદેસર રીતે ધમધમતી સ્પોર્ટ્સ બાઇકો ફરવા આવેલ પ્રવાસીઓનાં સુરક્ષાની ચિંતા વગર પૂરપાટવેગે દોડતી હોવાનો વીડિયો આજરોજ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.આજરોજ ગિરિમથક સાપુતારા ખાતે એક શાળાનાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે આવ્યા હતા.અહી એક વિદ્યાર્થીએ બોટીંગ પાસે સ્પોર્ટ્સ રાઈડની બાઈક ચલાવવા માટે લીધી હતી.અહી વિધાર્થીએ સ્પોર્ટ્સ બાઈકનું વધુ એક્સીલિટર આપી દેતા બાઈક પરનો કાબૂ ગુમાવી દેતા તેને પોતાની જ શાળાની વિદ્યાર્થીનીને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.અહી વિધાર્થીનીને નજીવી ઈજાઓ પોહચતા મોટી દુર્ઘટના ટળી હતી.આ અકસ્માતનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો.પરંતુ આ બનાવમાં કોઈને ગંભીર ઈજા જાણવા મળી ન હતી…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!