વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભીસ્યા ગામનાં યુવાનને જૂની અદાવતમાં 10 જેટલા ઈસમોએ મળી લાતો અને ઢીકકા પાટુનો માર મારતા આહવા પોલીસની ટીમે આ દસ ઈસમો સામે ગુનો નોંધાયો પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભીસ્યા ગામે રહેતા શિવદાસભાઈ સખારામ ગાવીતનાઓ તેના ભાઈ સાથે મોટરસાયકલ લઈ ગામનાં બરડા ફળીયામાં તરફ નીકળ્યા હતા.અને બરડા ફળીયામાં આવેલ મણિલાલભાઈની દુકાન પાસે મોટરસાયકલ ઉભી રાખી હતી.તે દરમ્યાન રસ્તા પર ગામનાં જ પાટીલ એવા રામચંદ્રભાઈ લક્ષુભાઈ ગાવીતનાઓએ જણાવેલ કે ગઈ નવરાત્રિમાં તું કુહાડી લઈને મને કેમ મારવા આવેલ હતો.તેમ કહી ઉશ્કેરાઈ જઈ મા બેન સમાન ગાળો આપી મારા શરીરે આડેધડ લાતો તથા ઢી કકાપાટુ અને હાથમાં રહેલ લાકડીથી મારવા લાગેલ હતા.અને આરોપીએ હું ગામનો પોલીસ પટેલ હોવાનું જણાવી બુમાબૂમ કરી પરિવારજનોને બોલાવ્યા હતા.અહી ગામનાં પોલીસ પટેલ જોડે બીજા નવ જેટલા સગા સંબધીઓએ ભેગા મળી વારા ફરતી આ યુવાનને મા બેન સમાન ગાળો આપી આડેધડ લાતથી અને ઢીક્કા પાટુનો માર મારી ઇજાગ્રસ્ત બનાવતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.હાલમાં આ ઇજાગ્રસ્ત યુવાન નામે શિવદાસભાઈ ગાવીતે 10 આરોપીઓમાં રામચંદ્રભાઈ લક્ષુભાઈ ગાવીત,રામચંદ્રની પત્ની,સુભાસભાઈ,સુભાસભાઈની પત્ની,સુભાસભાઈનાં બે છોકરા,મણિલાલભાઈ તથા તેની પત્ની,પંકજભાઈ ગુલાબભાઈ અને ગુલાબ વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા આહવા પોલીસની ટીમે 10 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…