વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળામાં સીઝનલ હોસ્ટેલમાં લાખો રૂપિયાનો કૌભાંડ સામે આવ્યું ..જિલ્લામાં સીઝનલ હોસ્ટેલમાં મોટાપાયે ગેરરીતિ થતી હોયના આક્ષેપ ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવતા અધિકારીઓમાં દોડધામ મચી ..
પ્રાપ્ત વિગત મુજબ ડાંગ જિલ્લામાં આદિવાસી પરિવારો ચોમાસા બાદ જિલ્લામાં રોજગારી ન મળતાં આદિવાસી પરિવારો કામ અર્થે અન્ય જિલ્લાઓમાં જતા કરતા હોય તેમના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સ૨કા૨ દ્વારા જેતે પ્રાથમિક શાળામાં સીઝનલ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના જાગૃત નાગરિક અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પવારે એક જાહેર માહિતી અધિનિયમ હેઠળ માહિતી માંગતા સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેકટ કોર્ડિનેટર દ્વારા જિલ્લામાં ફૂલે ૧૨૩ હોસ્ટેલોમાં ૬૦૪૧ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેનો મહિનાનો ૭૨ લાખ જેટલી અને ૬ મહિનાની ૪ કરોડ નો ખર્ચો બતાવી રહ્યા છે. જ્યારે મોટાભાગની હોસ્ટેલોમાં ભૂતિયા વિદ્યાર્થીઓ બતાવી ભ્રષ્ટાચાર ને અંજામ અપાતો હોવાની જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પવારે શિક્ષણ કમિશનર સહિત મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ ભાજપ પ્રમુખે કેટલીક સીઝનલ હોસ્ટેલોમાં આકસ્મિક મુલાકાતો લેતા પ્રોજેકટ કોર્ડિનેટરે આપેલ માહિતી સુસંગત ન હોય ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરાય તો વધુ કૌભાંડ બહાર આવે તેમ છે.