નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી પૂરજોશમાં…
MADAN VAISHNAVSeptember 23, 2024Last Updated: September 23, 2024
16 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા આર એન્ડ બી પંચાયત દ્વારા આજરોજ ખેરગામ તાલુકામાં રસ્તા અને પુલોને થયેલ નુકસાનીની મરામત માટે ડામર પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ હતી. ખેરગામ તાલુકાના વિવિધ રસ્તાઓ પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા રોડ રસ્તા રીપેરીંગની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તાઓ ઉપર ડામર પેચ કરી જનતા માટે વાહન વ્યવહાર યોગ્ય કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત મુખ્ય માર્ગો પર ડામર પેચવર્ક સહિતની કામગીરી અવિરતપણે કરવામાં આવી રહી છે.
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVSeptember 23, 2024Last Updated: September 23, 2024