AHAVADANG

Dang: મહાલ-આહવા રસ્તો સાંકડો અને સિંગલ હોવાથી અવારનવાર અકસ્માત,આજે વધુ એક અકસ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મહાલ – આહવા રોડ સિંગલ હોવાથી અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.જેને લઈને સ્થાનિકોએ કલેકટરને આવેદન પત્ર આપી રસ્તો પહોળો કરવા અને ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે રજુઆત કરી હતી.પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ નિર્ણય લેવામાં ન આવતા ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક હાઈવા ડમ્પર ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકને ઇજાઓ પહોંચી હતી.હાલમાં થોડા દિવસ અગાઉ ડાંગ જિલ્લાના મહાલ – આહવા રોડ ઉપર જામુનવિહીર ગામની સીમમાં હાઇવા ડમ્પર ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યારે સ્થાનિકોએ ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને માર્ગ સિંગલ હોવાથી અકસ્માત થઈ રહ્યા હોવાથી તાત્કાલિક ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે તથા રસ્તો પહોળો કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. જોકે હજુ સુધી તે અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ નિર્ણય લેવામાં આવેલ નથી. ત્યારે ફરી એકવાર સિંગલ રસ્તો હોવાથી અકસ્માત સર્જાયો હતો. એક હાઈવા ડમ્પર ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા, મોટરસાયકલ ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જે બાદ 108 મારફતે ઈજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.વધુમાં આ માર્ગ બાબતે તંત્ર નક્કર પગલા ન ભરે તો આવનાર લોકસભાની ચૂંટણીની ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.ત્યારે તંત્ર આવનાર દિવસોમાં કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે..

[wptube id="1252022"]
Back to top button