DANG

ડાંગ: અખિલ ભારતીય બેડમિન્ટનની નેશનલ ટીમમાં ડાંગના 3 ખેલાડી પસંદગી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા -2023 સચિવાલય જીમખાના, ગાંધીનગર ખાતે યોજવામાં આવી, જેમાં ડાંગ જિલ્લાનાં ૭ કર્મચારી ખેલાડીઓમાં પ્રજેશ ટંડેલ, રફીક માંજોથી, અરવિંદ ભોયે, શૈલેષભાઇ ગાવિત, નીતુસિંહ ગૌતમ, હિરેનભાઈ પટેલ અને સુનિલભાઈ કુંવર એ ભાગ લીધો હતો.
ડાંગ જિલ્લાના  શૈલેષભાઇ ગાવિત, નીતિસિંહ ગૌત્તમ સહિત સુનિલભાઈ કુંવર મળી કુલ ૩ ખેલાડીઓ પસંદગી પામ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ આગામી યોજનારી નેશનલ કક્ષાની બેડમિન્ટન રમતમાં રમવા જશે.અને  આ સાથે અગાઉ ડાંગ જિલ્લામાં પ્રાંત અધિકારી શ્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા સુશ્રી કાજલબેન ગામીત પણ નેશનલ માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા અને તેઓ ચંડીગઢ પંજાબ ખાતે ઓક્ટોબર -૨૩ મા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ડાંગ જિલ્લાના ખેલાડીઓએ સતત બીજીવાર બાજી મારી ડાંગ જિલ્લાનું અને ડાંગ જિલ્લાના તમામ કર્મચારીઓનું ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!