વાત્સલ્યમ્ સમાચાર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા “પૂર્ણા યોજના” નો વ્યાપ વધે, અને કિશોરીઓમા આરોગ્ય અને પોષણ વિશે જાગૃતિ આવે તે હેતુસર ‘પુર્ણાની ઉડાન’ કાર્યક્રમ અંતર્ગત વધઇ કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ખાતે, કાઈટ ફેસ્ટીવલની ઉજવણી કરવામા આવી હતી.
પૂર્ણા સખી અને સહસખી દ્વારા પતંગ પર પોષણ, સ્વાસ્થય, કૌશલ્ય વિકાસના સૂત્રો લખીને જન-જાગૃતિ માટે સંદેશા આપી “ફેસ્ટીવલ” ની ઉજવણી ઉત્સાહભેર કરવામા આવી હતી. આ કાર્યક્રમમા 45 જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમા વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શકુંતલાબેન આનંદભાઈ પવાર, અને વઘઈ તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી, સી.ડી.પી.ઓશ્રી તથા મુખ્યસેવિકા, પૂર્ણા ક્ન્સલટન્ટ, આંગણવાડી કાર્યકર બહેનો જોડાયા હતા.