AHAVADANG

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આપત્તિ, પહેલા, દરમ્યાન અને આપત્તિ પછી લેવાના થતા પગલા વિષય પર તાલીમ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ ધ્વારા બાળ સુરક્ષા સેવાઓ અંતર્ગત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ કચેરી, ડાંગના સંકલનથી તાજેતરમા આપત્તિ પહેલા, દરમ્યાન અને પછી લેવાના થતા જરૂરી પગલા વિષય પર એક દિવસીય તાલીમ, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે યોજાઇ હતી.આ તાલીમ ડીસ્ટ્રીક પ્રોગ્રામ ઓફિસર-ડિઝાસ્ટર વિભાગના શ્રી ચિંતન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સદર માસ્ટર તાલીમ તજજ્ઞ શ્રી ત્રિલોકભાઇ ઠાકર ધ્વારા થિયરીકલ અને પ્રેકટીકલ સાથે આપત્તિના પ્રકારની વિસ્તૃત માહિતી સમજાવી હતી. જેમાં ચેનનોટ સાંકળ, રૂફનોટ સાંકળ, રોહિય ગાંઠ, રીપ નોટ ગાંઠ, ચેર નોટ ગાંઠ, અકસ્માત સમયે કઇ બાબતોની સાવચેતી રાખી, સારવાર કરી શકાય તે વિષય પર છણાવટ કરી હતી.જિલ્લા પ્રોજેકટ ઓફીસર ડિઝાસ્ટર, શ્રી ચિંતન પટેલે માહિતી આપતા જણાવ્યુ કે આપત્તિ એટલે પૂર, ભૂકંપ, આગ, વાવાઝોડા તથા માર્ગ સલામતી, જાનહાનિ જેવી આપત્તિઓથી બચવા માટે ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ગાંધીનગરના સહયોગથી આપત્તિ વ્યવસ્થાપની તાલીમો સમયાંતરે આપવામાં આવે છે.

તાલીમને અનુરૂપ ઉદબોધન આપતા જિલ્લા બાળ સુરક્ષા અધિકાર શ્રી ચિરાગ જોષીએ જણાવ્યુ કે, કોઇપણઅઘટિત ઘટના બને ત્યારે આવી તાલીમો લીધેલ હોય, તો સ્થળ પર સમય સૂચકતાથી બચી શકાય. બાળકો માટે ખૂબ જ ઉપયોગી તાલીમ સાબિત થશે તેમ ભારપૂર્વક જણાવ્યુ હતુ.

સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવાના અધિક્ષકશ્રી દાનિયેલ ગામીતે આપત્તિ સમયે આપણે કેવા જરૂરી પગલા લઇ શકાય, તેનાથી બચી શકીયે, અને આવા સમયે તંત્રને તાત્કાલિક જાણ કરી સહયોગ મેળવવા અપીલ કરી હતી.

સદર તાલીમમા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઇલ્ડ લાઇન-૧૦૯૮, ચિલ્ડ્રન હોમના અંતેવાસી બાળકો, તથા અધિકારી/કર્મચારીઓએ તાલીમમા હાજર રહી માહિતી મેળવી હતી.

કાર્યક્રમનુ સંચાલન જિલ્લા બાળ સુરક્ષા એકમ ડાંગના સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) શ્રી દિવ્યેશ એમ.વણકર, તેમજ સમાજિક કાર્યકર શ્રી જયરામ ગાવિતે આભાર વિધિ કરી સમગ્ર કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!