વાત્સલ્યમ્ સમાચાર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા સુબિર માર્ગનાં ધવલીદોડ ગામ નજીક ઈકો ગાડી ચાલકે એક મહિલાને અડફેટમાં લેતા ઘટના સ્થળે આ મહિલાનું મોત નિપજ્યુ…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ધવલીદોડ ગામનાં રહેવાસી બીબીબેન ગણપતભાઈ ગાંગોડા જે ગતરોજ સાડા ત્રણેક વાગ્યાનાં અરસામાં આહવાથી સુબિરને જોડતા માર્ગમાં ચાલતા ચાલતા જઈ રહ્યા હતા.તે વેળાએ ઈકો વાન.ન.જી.જે.15.સી.ડી.9566નાં ચાલકે આ મહિલાને અડફેટમાં લેતા ઘટના સ્થળે આ મહિલાનું ગંભીર ઈજાઓનાં પગલે મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે ફરીયાદી દેવુભાઈ ગણપતભાઈ ગાંગોડાએ ઈકો ચાલક વિરુદ્ધ આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આહવા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે…