ડાંગ જિલ્લામાં દીપડાનો આંતક: ઘરમાં ઘુસી જઈ બે પુરુષ સહિત મહિલા પર હુમલો કરતા અફરાતફરી મચી..

0
13
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગIMG 20230120 WA02681ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બોન્ડારમાળ ગામે દીપડાએ આંતક મચાવતા ગામ સહીત આજુબાજુનાં પંથકમાં અફરા તફરીનો માહોલ સર્જાયો…IMG 20230120 WA0270પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં દીપડાનાં આવાગમન અને હુમલાની ઘટના હવે કાયમ બનવા પામી છે.થોડા દિવસ પૂર્વે આહવાનાં દેવલપાડાનાં ઈસમ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.તેવામાં શુક્રવારે મળસ્કે શિકારની શોધમાં ભટકતો એક ખુંખાર દીપડો ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બોન્ડારમાળ ગામે આવી ચડ્યો હતો.આ ખુંખાર દીપડો એકાએક બોન્ડારમાળ ગામનાં રમેશભાઈ આનંદભાઈ માહલેનાં ઘરમાં ઘુસી જતા ઘરનાં સભ્યો સહીત પાડોશીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.IMG 20230120 WA0269અહી ખુંખાર દીપડાએ ઘરમાં ભરાઈ જઈ રમેશભાઈ માહલે પર જીવલેણ હુમલો કરતા તેઓએ બચવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી.જેથી અહી સ્થળ પર પ્રથમ આ ખુંખાર દીપડાએ રમેશભાઈ માહલેનાં હાથ અને પીઠનાં ભાગે જીવલેણ હુમલો કરી આંતક મચાવ્યો હતો.બાદમાં રઘવાયેલા ખુંખાર દીપડાએ ઈનાભાઈ પાંડુભાઈ માહલે તથા એક મહિલા પારસુબેન સાયબેભાઈ વાઘમારે પર પણ હુમલો કરી પગ અને હાથનાં ભાગે પંજાનાં ન્હોર મારી ઇજાગ્રસ્ત બનાવતા આ ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યા હતા.આ ખુંખાર દીપડાએ ગામમાં ત્રણ ઈસમો પર હુમલો કરી પાછો ઘરમાં ભરાઈ જતા ગામનું વાતાવરણ કીકીયારીથી ગુંજી ઉઠ્યુ હતુ.અહી દીપડો ઘરમાં ભરાઈ જતા ઘરમાંથી તમામ સભ્યો બહાર નીકળી જતા તમામનાં જીવ બચી ગયા હતા.અને આસપાસનાં લોકોએ તુરંત જ ઘરનું બારણુ બંધ કરીને શામગહાન રેંજ વિભાગનાં આર.એફ.ઓ કિરણભાઈ માછીને જાણ કરતા વનકર્મીઓની ટીમ તુરંત જ પાંજરા સાથે બોન્ડારમાળ ગામે ધસી ગઈ હતી.અહી દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ એ.સી.એફ.આરતી ભાંભોર સહિત શામગહાન આર.એફ.ઓ કિરણભાઈ માછીની વનકર્મીઓની ટીમે ઘરમાં ઘુસી ગયેલ દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. પરંતુ સવારથી મોડી સાંજે 5 વાગ્યા સુધીમાં આ ખુંખાર દીપડો ઘરમાં જ ભરાઈ રહેતા અને વન વિભાગ દ્વારા ઘરનાં બારણા પાસે ગોઠવવામાં આવેલ પાંજરા સુધી ન આવી સંતાકુકડી જ રમતા વન વિભાગની ટીમનો પરસેવો વળી ગયો હતો.આ લખાય છે ત્યાં સુધીમાં દક્ષિણ વન વિભાગની વન કર્મીઓની ટીમે ઘરમાં ઘુસી ગયેલ દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ રાખ્યુ હોવાનું જાણવા મળેલ છે…

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews