વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બનવાની સાથે ખેડુતોમાં ચિંતાનો માહોલ સર્જાયો.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ. શનિવારે મોડી સાંજે વરસાદે માહોલે ડાંગ દરબાર મેળાને પ્રભાવિત કર્યો હતો.તો રવિવારે મળસ્કે અને સોમવારે બપોરે ડાંગ જિલ્લાના સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામડા ઓમાં વીજળીનાં કડાકા ભડાકા અને પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથક પાણીથી તરબતર બન્યો હતો.ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પડેલ કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં શાકભાજી સહીત ફળફળાદી જેવા પાકોને જંગી નુકસાન થયુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે સતત ત્રીજા દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદ તૂટી પડતા અહીના જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે સતત ત્રીજા દિવસે પણ વાતાવરણ આહલાદક બનતા ફરવા આવેલ પ્રવાસીઓએ ઠંડકતાનો આસ્વાદ માણ્યો હતો