વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાના ICDS શાખા સુબીર -ઘટક મા ‘’ સશકત અને સુપોષિત કિશોરી અભિયાન ‘’ અંતર્ગત કિશોરી મેળો યોજવામા આવ્યો હતો.
કિશોરી મેળામા 200 થી વઘુ કિશોરીઓએ ભાગ લીઘો હતો. મેળામા વિવિઘ વકતાઓ તરફથી કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનુની સલાહ, માર્ગદર્શન તેમજ સરકારશ્રીની કિશોરીઓ માટેની વિવિઘ યોજનાઓ અંગે માર્ગદર્શન આવ્યુ હતુ. તેમજ કિશોરીઓએ પણ આઇ.સી.ડી.એસ. યોજનામાથી મળતા લાભો અંગે પોતાના વકતવ્યો રજુ કર્યા હતા.
સ્પર્ઘામા વિજેતા કિશોરીઓને પ્રોત્સાહીત કરવા માટે ‘’પુર્ણા ક૫’’ પ્રમાણપત્ર અને પૂર્ણા કીટ આ૫વામા આવી હતી. તેમજ પુર્ણા ની પ્રતિજ્ઞા લેવામા આવી હતી અને પુર્ણા સેલ્ફી પોઇન્ટ થી સેલ્ફી લેવામા હતી. ઉપસ્થિત મહેમાનો , કર્મચારીઓ અને કિશોરીઓ ની સીગનેચર પોઇન્ટ પર સીગનેચર કરવામા આવી હતી.
તમામ યોજનાકીય સ્ટોલમા દરેક કિશોરીઓએ મુલાકાત લીધી. તેમજ 116 જેવી કિશોરીઓ HB તપાસ કરી તંદુરસ્ત કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત બાળ વિકાસ વિભાગના ચેરમેનશ્રી સારૂબેન વળવી, સુબીર તાલુકા પંચાયત પ્રમુખશ્રી બુધુભાઇ કામડી, મહિલા અને તાલુકા શિક્ષણ અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, મહિલા અભિયમ 181 હેલ્પલાઇન, જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ શ્રી તેમજ તમામ યોજનાકીય શાખા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ્ સમાચાર