ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં માછળી ગામે ગાયને બચાવવા ગયેલ બે ભાઈઓ પૈકી એક ભાઈનું કોતરમાં ડૂબી જવાથી મોત નીપજયુ..સાપુતારા 06-08-2024 ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના માછળી ગામ ખાતે બે સગા ભાઈઓ ગાય ચરાવવા ગયા હતા.ત્યારે પૂર્ણા નદીના કોતરમાં આવેલ પૂરમાં ગાય તણાઈ જતા,બંને ભાઈઓ ગાયને બચાવવા કોતરમાં પડ્યા હતા.જોકે બંને ભાઈ પૈકી એક ભાઈ કોતરમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યુ હતુ.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના માછળી ગામના જંગલ વિસ્તારમાં ચંદ્રકાન્ત મહેશભાઈ જાદવ અને આઝાદ મહેશભાઈ જાદવ આ બન્ને સગા ભાઈઓ ગાયો ચરાવવા માટે ગયા હતા.આ બંને ભાઈઓ ગાયો ચરાવી સાંજે 6 વાગ્યાનાં અરસામાં ગામ તરફ આવી રહ્યા હતા.ત્યારે માછળી ગામ નજીકનાં ખોખરચોંડ કોતરડામાં અચાનક પુર આવતા કોતરમાં એક ગાય તણાઈ ગઇ હતી.જે ગાયને બચાવવા માટે બન્ને ભાઈઓ કોતરમાં પડ્યા હતા.જે વેળાએ ધસમસતા પુરમાં ચન્દ્રકાન્ત જાદવ પાણીમાં તણાઈને મોતને ભેટ્યો હતો.તેમજ કોતરનાં ધસમસતા પ્રવાહમાં ગાયનું પણ મોત નિપજ્યુ હતુ.ત્યારે જાદવ પરિવાર પર જાણે આભ તુટી પડયો હતો અને ગામમાં જાણે સોપો પડી ગયો હતો.આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસે વધુ તજવીજ હાથ ધરી હતી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના માછળી ગામ ખાતે બે સગા ભાઈઓ ગાય ચરાવવા ગયા હતા.ત્યારે પૂર્ણા નદીના કોતરમાં આવેલ પૂરમાં ગાય તણાઈ જતા,બંને ભાઈઓ ગાયને બચાવવા કોતરમાં પડ્યા હતા.જોકે બંને ભાઈ પૈકી એક ભાઈ કોતરમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યુ હતુ.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના માછળી ગામના જંગલ વિસ્તારમાં ચંદ્રકાન્ત મહેશભાઈ જાદવ અને આઝાદ મહેશભાઈ જાદવ આ બન્ને સગા ભાઈઓ ગાયો ચરાવવા માટે ગયા હતા.આ બંને ભાઈઓ ગાયો ચરાવી સાંજે 6 વાગ્યાનાં અરસામાં ગામ તરફ આવી રહ્યા હતા.ત્યારે માછળી ગામ નજીકનાં ખોખરચોંડ કોતરડામાં અચાનક પુર આવતા કોતરમાં એક ગાય તણાઈ ગઇ હતી.જે ગાયને બચાવવા માટે બન્ને ભાઈઓ કોતરમાં પડ્યા હતા.જે વેળાએ ધસમસતા પુરમાં ચન્દ્રકાન્ત જાદવ પાણીમાં તણાઈને મોતને ભેટ્યો હતો.તેમજ કોતરનાં ધસમસતા પ્રવાહમાં ગાયનું પણ મોત નિપજ્યુ હતુ.ત્યારે જાદવ પરિવાર પર જાણે આભ તુટી પડયો હતો અને ગામમાં જાણે સોપો પડી ગયો હતો.આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસે વધુ તજવીજ હાથ ધરી હતી.






