વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં કરજંડી ગામની સરકારી જમીન પર ત્રાહિત વ્યક્તિઓએ દબાણ કરતા ગ્રામજનોએ કલેકટરને અરજી કરી ન્યાયની માંગણી કરી…પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કરજંડી ગામની રેવન્યુ સર્વે ન.6ની જમીન આવેલ છે.જે રેવન્યુ સર્વે નંબરવાળી જમીન ગાવખળી માટે ફાળવવામાં આવેલ છે.અને ગ્રામજનો આ જમીનને જાહેર કાર્યક્રમ માટે ઉપયોગ કરી રહ્યા છે.અને આ જમીન વહીવટી તંત્ર દ્વારા સ્કૂલ માટે પણ ફાળવેલ છે.અને તેમાં શાળાનાં સાત ઓરડા તથા આંગણવાડી પણ આવેલ છે.આ સરકારી રેવન્યુ જમીનમાં શાળા સહીત એક મહિલાને ધારા ધોરણ મુજબ એક પ્લોટ પણ ફાળવવામાં આવેલ છે.પરંતુ હાલમાં આ રેવન્યુ જગ્યા પર ગામનાં જ મહેશભાઈ તાનુભાઈ કનસ્યા ,ગણેશભાઈ તાનુભાઈ કનસ્યા,સંપતભાઈ રાવજીભાઈ ચૌધરી, વનિતાબેન બાબુરાવભાઈ,રાજેશભાઈ સંપતભાઈનાઓએ ગેરકાયદેસર દબાણ કરેલ છે.અને ગણેશભાઈ દેવદાસભાઈ નામનો ઈસમ પાકો પાયો બનાવી રહ્યા છે.આ સરકારી જમીન ગામખળી માટે ફાળવવામાં આવેલ છે.તથા શાળામાં ધોરણ 1 થી 8 નાં બાળકો અભ્યાસ કરે છે.અને આ બાળકો માટે રમત ગમતનું મેદાન નથી.વધુમાં ત્રાહિત ઈસમોની ગામમાં જમીનો પણ આવેલ છે.તેમ છતાંય આ ત્રાહિત વ્યક્તિઓએ ગામની રેવન્યુ જમીન પર દબાણ કરેલ છે.જેથી આજરોજ કરજંડી ગામનાં ગ્રામજનોએ ડાંગ કલેકટરને લેખિતમાં અરજ ગુજારી સત્વરે આ ગેરકાયદેસર દબાણને દૂર કરવાની માંગણી કરી છે…