ડાંગ:પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાઈઓ અને બહેનોની સુબીર ટીમ ચેમ્પિયન બની..

0
17
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ IMG 20230119 WA0340ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષાની શિક્ષક ભાઈઓ/બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ-2022-23 બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ,બરડીપાડા ખાતે યોજવામાં આવી હતી.આ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રસંગે ભાજપાનાં મહામંત્રી રાજેશભાઈ ગામીત, તાલુકા પંચાયતનાં હોદ્દેદારો સામાજિક કાર્યકર,ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિવ્યેશકુમાર પટેલ,મહામંત્રી ચિંતનકુમાર પટેલ,ખજાનચી દલપતભાઈ પટેલ, કા.પ્રમુખ ગણેશભાઈ ભોયા,સિ.સહમંત્રી મિતેશભાઈ સોલંકી,રાજ્ય પ્રતિનિધિ, ગુ. રા. પ્રા. શિ.સંઘ આંતરિક ઓડિટર, રાજ્ય મહિલા મંત્રી, કેળવણી નિરીક્ષક,કેન્દ્ર શિક્ષકો, મુખ્ય શિક્ષકોએ હાજર રહી ક્રિકેટપ્રેમી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.મહામંત્રી ચિંતન પટેલે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે શિક્ષકોમાં સહકારની ભાવના, સંગઠનની ભાવના મજબૂત બને, રમત પ્રત્યે રૂચિ વધે તથા શિક્ષકો શારિરીક માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા ઉદ્ઘાટન કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી.આ ટુર્નામેન્ટમાં ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં ક્રિકેટપ્રેમી શિક્ષકોએ ખેલદિલી પૂર્વક ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં 6 ભાઈઓની ટીમ અને 6 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો.વધુમાં બહેનોમાં સુબીર તાલુકાની એક ટીમ ચેમ્પિયન,બીજી ટીમ રનર્સ અપ અને ભાઈઓમાં સુબીર ટીમ ચેમ્પયન અને આહવા ટીમ રનર્સ અપ થતા તેમને ભાજપાનાં મહામંત્રી રાજેશભાઈ ગામીત,તથા જિલ્લા પ્રા. શિ. સંઘનાં પ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી ચિંતન પટેલ, ખજાનચી દલપતભાઈ પટેલ તથા સંઘનાં અન્ય હોદ્દેદારો દ્વારા આકર્ષક ટ્રોફી એનાયત કરાતા તમામ શિક્ષકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો.આ ટુર્નામેન્ટના કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રાઉન્ડના મુખ્ય આયોજક અભિષેકભાઈ તથા મહાલ,બરડીપાડા,કાલીબેલ કેન્દ્રના શિક્ષકોનો ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો..

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews