DANG

નવસારી: વાંસદા ખાતે સુરત માનવ સેવા સંઘ “છાંયડો”દ્વારા દિવ્યાંગ માપણી કેમ્પ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

સુરત માનવ સેવા સંઘ (છાંયડો) દ્વારા “નિર્ભરને બનાવીએ સ્વનિર્ભર” – આદિવાસી દિવ્યાંગ સહાય કાર્યક્રમ હેઠળ તારીખ 17 જુલાઈ 2023 ના રોજ બ્રહ્મ સમાજ હોલ, બ્રાહ્મણ ફળિયા વાંસદા ખાતે એક દિવ્યાંગ સહાય માપણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દિવ્યાંગ સહાય કાર્યક્રમ ના સૌજન્ય દાતા શ્રી નવીનભાઈ અને પ્રાચીબેન દેસાઈ સુરત દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે

આ કાર્યક્રમ માટે આદિવાસી દિવ્યાંગજનો નું સંકલન શ્રી પ્રમોદભાઈ પટેલ આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય કેન્દ્ર વાંસદા દ્વારા કરવા માં આવ્યું હતું, અને શ્રી રસિકભાઈ સુરતી, શ્રીમગનભાઈ પટેલ, શ્રી અતુલભાઈ બ્રમ્હભટ્ટ, શ્રી ઉમેશભાઈ મજુમદાર (બીન્દુભાઈ), વાંસદા સમન્વય સમિતિ, અને હેલ્પીંગ હેન્ડ વાંસદા તથા અન્ય સેવાભાવી કાર્યકર્તા ના સંકલન દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ – વાંસદા ના કાર્યકરો દ્વારા આરોગ્ય સહાયક તરીકે સેવા આપવા માં આવી હતી. છાંયડો સંસ્થા ના ડો દામીજી ભાઈના નેતૃત્વ હેઠળ મેડીકલ ટીમ દ્વારા આરોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, અને છાંયડો ના કાર્યકરો સંજયભાઈ, અમરતભાઈ, પ્રવીણભાઈ, મોહિતભાઇ, મિહિરભાઈ અને વાસદ્ ભાઈ દ્વારા કેમ્પ આયોજન અને વ્યવસ્થા માં મદદ રૂપ થઇ સેવા આપવામાં આવી હતી.જેમાં કુલ ૧૨૨ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કુલ ૪૬ દિવ્યાંગજનોને કૃત્રિમ હાથ પગ બનાવી આપવામાં આવશે, ૧૪ ને મોબિલિટી સહાય સાધનો આપવામાં આવશે, ૨ દિવ્યાંગનોને ઓર્થોસીસ સાધનો બનાવી આપવામાં આવશે, અને 20 કાનના મશીન આગામી વિતરણ કેમ્પ માં આપવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button