
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે કડમાળના સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે.સુરેશભાઈનો સામાજિક ક્ષેત્રમાં ખુબ જ ફાળો જોવા મળેલ છે.ત્યારે વાત કરીએ તો સુરેશભાઈ ચૌધરી એ કડમાળ મોટાકદ ની ખેડૂત સહકારી મંડળી, પ્રમુખ તરીકે ૧૯૯૮ થી ફરજ બજાવી,ડાંગ જીલ્લામાં છેલ્લા ૨૭ વર્ષથી ડાંગ ભા.જ.પા. સાથે જોડાયેલ પાયાનો કાર્યકર્તા છે.તેમજ ૧૯૯૯-૨૦૦૦ માં હિન્દુ જાગરણ મંચમાં છ મહિના માટે વિસ્તારક તરીકે સોનગઢ તાલુકાની જવાબદારી પણ તેમણે નિભાવી હતું.વધુમાં મજુર કામદાર સહકારી મંડળી, કડમાળ, પ્રમુખ તરીકે ૨૦૦૨ થી ફરજ આપેલ હોય તથા કડમાળ વિભાગ વન સહભાગી મંડળીના મંત્રી તરીકે ૨૦૧૬ થી ફરજ નિભાવેલ તથા ડાંગ જીલ્લા એ.પી.એમ.સી. માર્કેટ વધઇમાં ચેરમેન તરીકે ૨૦૧૯ માં ફરજ બજાવેલ હોય તથા ડાંગ જીલ્લા યુવા મોરચાના મહામંત્રી ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી તથા ડાંગ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી તથા ડાંગ તાલુકા પંચાયતમાં સદસ્ય અને વિરોધ પક્ષના નેતા તરીકે ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી તથા ડાંગ જીલ્લા પંચાયતના જીલ્લા સદસ્ય તરીકે તથા ખેતીવાડી, પશુપાલ વિભાગના ચેરમેન તરીકે ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી અને ડાંગ જીલ્લાના જીલ્લા પંચાયતના સદસ્ય, બિનવિરોધી (બિનહરીફ) બાંધકામ સમિતિના ચેરમેન ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી તથા ડાંગ જીલ્લાના તાલુકા પંચાયતના સભ્ય તરીકે ૨૦૨૦ થી ચાલુ તથા ડાંગ જીલ્લા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ૨૦૧૫ થી તથા ડાંગ જીલ્લાના કડમાળ ગામે રમતગમતના આયોજક તરીકે છેલ્લા ૨૫ વર્ષ થી કાર્યરત અને ડાંગ વિધાનસભાના છેલ્લા બે ચૂંટણી ટર્મ દરમ્યાન સહ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવી હતી. વધુમાં ગુજરાત પ્રદેશમાં ૬ મહિના માટે ડાંગ જીલ્લાના પ્રદેશ કારોબારી સભ્યની જવાબદારી નિભાવવામાં આવેલ હતી.અને પ્રમુખ, ડાંગ તાલુકા પંચાયત, આહવા તા.૧૨/૦૯/૨૦૨૩ થી તથા હાલ મહારાષ્ટ્ર અને વિધાનસભામાં બાગલાન સીટમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવી હતી. આ સાથે જ સુરેશભાઈ મોતીરામ ભાઈ ચૌધરી એ સામાજિક ક્ષેત્રે કાર્યરત રહીને ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે .




