AHAVADANG

ડાંગની સાપુતારા પોલીસ મથકની શી ટીમ દ્વારા વૃદ્ધ મહિલાને સુરક્ષિત શરણ આપવામાં આવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લા પોલીસની સક્રિયતા અને માનવતાવાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સાપુતારા પોલીસ સ્ટેશનની “શી ટીમ”ને એક વૃદ્ધ મહિલા એકલી અને મુશ્કેલીમાં હોવાની જાણ થતા તાત્કાલિક કાર્યવાહી કરી તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી.નાશિકની રહેવાસી 66 વર્ષીય ડો. વિજીયાલક્ષ્મી યંદે પોતાના બિમાર માતા-પિતાને મળવા રાજપીપળા ગઈ હતી.જોકે સાપુતારા – નાશિક માર્ગ પર થઈ રહેલ આંદોલન ને પગલે  પરત ફરતી વખતે સાપુતારા ઘાટમાં આવતા કંડક્ટરે મુસાફરોને જણાવ્યુ હતુ કે, બસ સાપુતારાથી આગળ જશે નહીં.ત્યારે આ મહિલા એકલી પડી ગઈ હતી. આ સમયે સાપુતારા  પોલીસ મથકની શી ટીમ તેમની મદદે આવી હતી.શી ટીમ એ મહિલાને પોલીસ સ્ટેશન લાવી કાઉન્સેલિંગ કર્યું હતુ અને રાત્રિ દરમિયાન સુરક્ષિત જગ્યાએ રાખવા માટે 181 મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો.અંતે, મહિલાને આહવા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.આ ઘટના બાદ ડો. વિજીયાલક્ષ્મીએ ડાંગ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ ડાંગ જિલ્લા પોલીસનાં માનવતાવાદી કાર્યની પ્રશંસા કરી હતી.

Back to top button
error: Content is protected !!