AHAVADANG

ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ડોક્ટર ખેડૂત ઉત્પાદક સંઘના નડકચોંડ દરાપાડા મુરબી ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની તાલીમ યોજાઈ હતી.ગુજરાત સરકારની સંપૂર્ણ રાસાયણિક મુક્ત ડાંગ જિલ્લા યોજના હેઠળ ઇમ્પલીમેન્ટેશન એજન્સી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત સરકારનું સાહસ અને હેન્ડ હોલ્ડિંગ એજન્સી ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ દ્વારા ડાંગ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની વિવિધ તાલીમો ચાલી રહી છે. જેમાં પ્રાકૃતિક પાટણ ખેડૂત ઉત્પાદક સંઘ ઇન્ટર્નલ ક્લસ્ટર સિસ્ટમ આઈ.સી.એસ દ્વારા પાડા મુરબી વિગેરે ગામોના ખેડૂતોની તાલીમનું આયોજન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં ડાંગ જિલ્લાનાં પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર યશવંતભાઈ સહારે અને મહેશભાઈ ચૌધરી સાથે ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ ના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર ભરતભાઈ સોલંકી તથા પ્રકૃતિ મિત્ર ફાઉન્ડેશનના શુભમભાઈ અને ડોકપાતળ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમમાં ઓર્ગેનિક સર્ટિફિકેશન હેઠળના રજીસ્ટર અને સી વન સર્ટિફિકેટ મેળવેલ ખેડૂતો બહોલી સંખ્યામાં હાજર રહ્યા હતા.સૌપ્રથમ ભરતભાઈ સોલંકીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂતોનો આભાર માન્યા બાદ શ્રી સાંઈરામભાઈ દવેના આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ ના ગીત નું ડાંગરમાં ચાલતી આદર પદ્ધતિ નાગલી અને અળસિયા વિશે ના વીડીયો બતાવી ઝીણવટભરી માહિતી આપવામાં આવી .
ત્યારબાદ માસ્ટર ટ્રેનર શ્રી યશવંતભાઈ શાહરે અને મહેશભાઈ ચૌધરી દ્વારા પધારેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવામાં ઉપયોગી એવા બીજા અમૃત જીવામૃત ઘન જીવામૃત વાપસા અને આચ્છાદન તથા મિશ્ર પાક વિશે સમજણ આપવામાં આવી અને બીજા મૃત જીવામૃત અને ઘન જીવામૃત પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું.
જ્યારે ભરતભાઈ સોલંકી દ્વારા આઇસીએસ પદ્ધતિ તેના માટે જરૂરી દસ્તાવેજ તથા વઘઈ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે બનેલ એફપીસી ફાર્મર પ્રોડ્યુસર કંપની વિશે સમજણ આપવામાં આવી તથા આઈસીએસ માં જોડાયેલ વધુમાં વધુ ખેડૂત એપ પીસી માં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે ડોકપાતળનાં સરપંચ એ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીનો લાભ લે અને પોતે પગભર થાય અને સ્વનિર્ભર બની પોતાની આજીવિકા વધારવા સાથે ભવિષ્ય ઉજવળ બનાવવા ics એફપીઓમાં જોડાવવા આહવાન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!