AHAVADANG

ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજનિયુકત પોલીંગ અને પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

 

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે સુનિશ્વિત કરાયેલી કામગીરીના ભાગરૂપે, ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મહેશ પટેલ, તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવલિયાના માર્ગદર્શન હેઠળ, ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓને તબક્કાવાર જરૂરી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે તારીખ ૩૧મી માર્ચ થી સરકારી વિજ્ઞાન કોલેજ-આહવા ખાતે ચૂંટણી સાથે સંકળાયેલા પોલીંગ ઓફીસર, પ્રિસાઈડીંગ ઓફિસર, અને આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરોની તાલીમ  યોજવામાં આવી રહી છે.

આ પ્રંસગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે તાલીમ વર્ગોની જાત મુલાકાત લઇ, પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા તમામ ઓફિસરોને માર્ગદર્શિત કર્યા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ ચોકસાઈ સાથે હાથ ધરવા, અને મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના ઓફિસરો, પોતાની કામગીરી સુનિશ્ચિત કરે તે હિતાવહ છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે આ વેળા જણાવ્યું હતું.

આ તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે, અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સુપરવાઇઝરની કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા, રજીસ્ટરમાં તેની નોંધણી, સંપૂર્ણ મતદાન પ્રક્રિયા, જેવી તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ વર્ગમાં નોડલ ઓફિસર (મેન પાવર મેનેજમેન્ અને અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ.કે.ખાંટ, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી એસ.કે.મોવલિયા, નોડલ ઓફિસર (બેલેટ પેપર અને પોસ્ટલ બેલેટ) તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, આહવા તાલુકા મામલતદાર શ્રી યોગેશ ચૌધરી, વઘઈ તાલુકા મામલતદાર શ્રી એમ.આર.ચૌધરીએ પણ મુલાકાત લઈ તાલીમનું નિરિક્ષણ કર્યું હતું.

દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા તમામ અધિકારી, કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેના ફોર્મનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!