વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં મુંરબી નજીક શેરડીનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો.જ્યારે બારીપાડા ચીખલી નજીક છોટા હાથી ટેમ્પો માર્ગની સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો..પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં નાસિક તરફથી શેરડીનો જથ્થો ભરી ચીખલી તરફ જઈ રહેલ ટ્રક.ન.જી.જે.23.ટી.6047 જે સુરગાણા-માંળુગા થઈ બારીપાડાને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં મુંરબી ગામ નજીકનાં ચઢાણમાં બ્રેક ફેઈલ થઈ જતા રિવર્સમાં આવી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ચાલક સહીત ક્લીનરને શરીરનાં ભાગે નજીવી ઈજાઓ પોહચતા તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે બીજા બનાવમાં શામગહાનથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં બારીપાડા ચીખલી ગામ નજીક છોટા હાથી ટેમ્પો.ન.એમ.એચ.01.એલ.એ.0136નાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ છોટા હાથી ટેમ્પો માર્ગની સાઈડનાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ચાલકને નાની મોટી ઈજા પોહચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.