વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈનાં ગાંધી મેદાન ખાતે આર.એસ.એસ. દ્વારા વિજયા દશમીનાં પર્વ નિમિત્તે સાર્વજનિક શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.હિન્દુત્વના આધારે વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનું પુનઃ નિર્માણ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. હિન્દુ સંગઠનના માધ્યમથી રાષ્ટ્રને પરમ વૈભવશાળી બનાવવાના ધ્યેય સાથે આ સંઘ આગળ વધી રહ્યો છે. ત્યારે વઘઈ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સ્વાગત પ્રણામ કરીને ધ્વજારોહણ અને પ્રાર્થના વિધિ કરવામાં આવી હતી. તેમજ વિભાગ કાર્યકારણનાં સદસ્ય ગુણવત ઢીમ્મર એ પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.જેમા અથિતિ તરીકે મંગલ નયન સ્વામી સંત નિર્દેશક વઘઈ વાંસદા-ઉનાઈનાં અને મીણ કચ્છ સ્વામીનારાયણનાં તથા બીજા મુનીચરણ સ્વામીને વઘઈ તાલુકા સંઘ ચાલક કૃષ્ણકાંતભાઈ પટેલ તેમજ ગુણવંતભાઈ ઢીમ્મર વિભાગ કાર્યકારણી સદસ્ય સહિત સ્વયંસેવકો ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ કાર્યક્રમનું સંચાલન હર્ષલભાઈ મોરે દ્વારા કરવામા આવ્યુ હતુ…
વઘઇ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ્ સમાચાર