અંબાજી ખાતે બદરખા સંઘના ના ભક્તો એ સંઘના ભક્તો એ 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે ભેટ આપ્યુ 

0
140
વાત્સલ્યમ્ સમાચાર

21 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા IMG 20231121 192854 1

 અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં નાના મોટા 358 લાગેલા છે એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.અંબાજી મંદિરમાં માઈ ભક્તો દૂરદૂર થી દર્શન કરવા આવી રહ્યા છે અને દાન ભેટ પણ આપી રહ્યાં છે ત્યારે હાલમા દિવાળીનાં તહેવાર નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અને સંઘ સાથે ધજા લઈને માતાજીનાં દર્શન કરી રહ્યા છે ત્યારે આજે ધોળકા તાલુકાના બદરખા ગામના 100 જેટલા ભક્તો સંઘ લઈને અંબાજી આવ્યા હતા અંબાજી ખાતે તેમને માતાજીના ગરબા રમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં સૌથી મોટું ગણાઈ રહ્યું છે ત્યારે અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર અડધા ભાગ સુધી સોનાથી બનવા પામેલ છે અંબાજી મંદિર સુવર્ણ શિખર બનાવવા માટે માઈ ભક્તો ભારે આસ્થા સાથે સોનું દાન આપી રહ્યા છે ત્યારે બદરખા ગામના માઇ ભક્તે પોતાની મનોકામના પૂર્ણ થતા અંબાજી મંદિર ખાતે સંઘ લઈને પહોંચ્યા હતા જ્યાં તેમને એક દિવસ સોનુ ભેટ આપ્યુ હતુ. અંબાજી મંદિરમાં અત્યાર સુધી અનેક ભક્તોએ સુવણ શીખર માટે સોનુ ભેટ આપ્યું છે ત્યારે હજુ પણ ભક્તો સુવર્ણ શિખર માટે સોનુ ભેટ આપી રહ્યા છે.ભૂખે કો અન પ્યાસે કો પ્યાની આ છે સંસારની કહાની કહેવતને સાર્થક કરતા ભક્તો દાનવીરો જોવા મળી રહ્યા છે ત્યારે બદરખા ગામના માઇ ભક્તે અંબાજી મંદિરમાં એક કિલો સોનું સુવર્ણ શિખર માટે ભેટ આપ્યું હતું આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews