મુળી તાલુકાના દિગસર ગામે ખેડૂતો સાથે સંમેલન યોજી અગામી રણનીતિ અંગેની વિચારણા શરૂ કરવામાં આવી.

તા.20/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
હાલ રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ હવે રાજુ કરપડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાનગઢ મુળી વિસ્તારમાં ખેડૂતો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે અને નાના મોટા સંમેલનો કરવામાં આવી રહ્યા છે અને વહેતી થઈ રહી છે ત્યારે આમ આજની પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હજુ સુધી રાજુ કરપડા દ્વારા કોઈપણ પાર્ટીમાં જોડાવા અંગેનો નિર્ણય કરવામાં આવી રહ્યો નથી ત્યારે ગામડે ગામડે જઈ અને ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં આવી રહ્યા છે ત્યારે મુળી તાલુકાના દિગસર ગામે રાજુ કરપડા દ્વારા પોતાના સમર્થકો અને આજુ બાજુના ખેડૂતોને એકત્રિત કરી અને સંમેલન યોજવામાં આવ્યું છે અને ખેડૂતો સાથે ખાસ બેઠક યોજવામાં આવી છે આગામી સમયમાં ખેડૂતલક્ષી અને ખેડૂતોના પ્રશ્ને લડત આપવાની તૈયારી દેખાડવામાં આવી છે આપમાંથી રાજીનામું આપ્યા બાદ હજુ સુધી રાજુ કરપડા કોઈ પક્ષ સાથે જોડાયા નથી ત્યારે ચોટીલા મુળી થાનગઢ પંથકમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તેમ જ ખેડૂતોના પડતર પ્રશ્ન છે પૂરતા જણસના ભાવ આવે તેવા પ્રશ્ન છે તે તમામ પ્રશ્ન ટૂંક સમયમાં મુળી તાલુકામાં સંમેલન યોજવામાં આવશે અને સરકાર સુધી તેની માંગ મૂકવામાં આવશે અને સરકાર દ્વારા આ પ્રશ્નના નિરાકરણ લાવવામાં આવે ત્યારબાદ ખેડૂતો જણાવશે તે પક્ષમાં પોતે જોડાશે તેવું રાજુ કરપડા દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે પરંતુ નાના મોટા સંમેલાનો શરૂ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાજુ કરપડાના સમર્થનમાં આવી રહ્યા છે અને જિલ્લામાંથી આ બાદની પાર્ટી તૂટી રહી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.





