19 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા જલારામ મંદિરે અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) હાર્દિકકુમાર નવીનભાઈ કાનાબાર તેમજ તેમનાં ધર્મપત્ની ડીસાનાં ડો.કૃપાલીબેન (બી.એચ.એમ.એસ.) ગુરૂવારે દર્શનાર્થે પધારતાં તેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.તેમણે મહાઆરતીનો પણ લાભ લીધો હતો.ડો કૃપાલીબેનનાં માતાપિતા રમેશભાઈ નરસિંહભાઇ ઠકકર તેમજ શ્રીમતી ગીતાબેન ડીસા ગાયત્રી પરિવાર તેમજ જલારામ પરિવાર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે.તેમના નિવાસસ્થાને શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ભજન થઈ ચૂકેલ છે.જલારામ ભકતો સર્વ શારદાબેન આચાર્ય,સીતાબેન પી.આચાર્ય,ભગવાનભાઈ બંધુએ,પ્રકાશભાઈ કાનાબાર,હસમુખભાઇ પોપટ,ભરતભાઈ એચ.ગોકલાણી સહિત સૌએ સાથે મળી તેજસ્વી રઘુવંશીઓનું સન્માન કરી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.રમેશભાઈ પરિવારે પણ સન્માન બદલ આભારની લાગણી સાથે અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો. વિનોદ બાંડીવાળાએ જણાવ્યું હતું.