તા.૧૪/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
આ સ્પર્ધાના વિજેતાને સીધી રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની તક
ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હસ્તકના નહેરુ યુવા કેન્દ્ર, રાજકોટ દ્વારા ૧૫ સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાની ઓનલાઇન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય ‘‘વર્તમાનકાળમાં ગાંધીજીના વિચારોની મહત્તા’’ છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર ઉમેદવારો ગાંધી જયંતી નિમિત્તે ૨ ઓકટોબરે નવી દીલ્હીના સંસદ ભવન ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શકશે,
આ સ્પર્ધામાં ૧ ઓક્ટોબર-૨૦૨૩ના રોજ ૧૮ થી ૨૯ વર્ષની ઉંમર ધરાવતા રાજકોટના રહેવાસીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધા નું ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ અને જન્મ તારીખ નું પ્રમાણપત્ર તથા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોડવાનું રહેશે, જિલ્લા કક્ષાની આ સ્પર્ધા હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં યોજાશે. આ અંગે વધુ વિગતો માટે ૮૭૮૦૫૫૩૫૫૦૫ ઉપર સંપર્ક કરવા ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ડી.વી ભટ્ટ ની યાદીમાં જણાવ્યું છે.