વિજાપુર હોપ હોસ્પીટલ ના ડો વૈભવી પટેલે એક ફેફસા સાથે જન્મેલ બાળકનું સફળ ઓપરેશન કરી જીવનદાન આપ્યુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં આવેલ હોપ હોસ્પીટલ માં એક અજીબો કરીબ કેસ આવ્યો હતો કુદરત પણ નીત નવી પરિવાર જનો ની પરીક્ષા કરતું હોય છે એક ફેફસા સાથે જન્મેલ બાળક જીવશે કે કેમ તેવા પ્રશ્નો સાથે કુદરત સાથે ડોક્ટર ઉપર ભરોસો રાખી તેનો ઈલાજ માટે ડો વૈભવી મેહુલ કુમાર પટેલ ના હોપ હોસ્પીટલ ખાતે આવ્યા હતા જેમાં જન્મની સાથે ચેપીરોગ અને એક જ ફેફસા સાથે બાળકનું અવતરણ થયું હતુ બાળક ની શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા ઘણી ગતિશીલ હતી તેમજ ઓક્સીજન ની ટકા વાળી પણ ઓછી હતી બાળક જીવન અને મરણ વચ્ચે ડોલી રહ્યુ હતુ તેવા સમયે ડો વૈભવી પટેલે બાળકને બચાવવા માટે ભગવાન ને જશ માટે ની પ્રાર્થના કરી મૂહિમ ઉપાડી લીધી જેમાં બાળકને બચાવવા માટે લગાતાર દશ દિવસ સુધી બાળકની માતા કલ્પના બેન સુરેશજી ઠાકોર તેમજ બાળકના પિતા સુરેશજી ઠાકોર ને ઈશ્વર ઉપર ભરોસો રાખવાની દિલાસો આપી સારવાર શરૂ કરતાં દસ દિવસ સુધી ચેપીરોગ અને એક ફેફસા ઉપર જીવન ટકાવી શકે છે અને તેની સારવાર કરી બાળકને નવુ જીવન આપતા બાળકના પરિવાર જનો ગદગદીત થઈ ઉઠ્યા હતા આ અંગે ડો વૈભવી પટેલે જણાવ્યુ હતુ કે આવો કેસ ભાગ્ય જ લાખો કેસો માં એક જોવા મળે છે બાળક ની શ્વાસ ની પ્રક્રિયા ખુબજ હતી એક ફેફસા સાથે જન્મતા બાળકો ની સંખ્યા ઘણી ઓછી હોય છે પરંતુ આ બાળક ચેપીરોગ પણ હતો જેની સારવાર બાદ બાળક નુ જીવ બચી શક્યું છે જે ઈશ્વર ને કરેલી પ્રાર્થના અને ડોક્ટર ની મહેનત થી ફળી ભૂત બની શક્યું છે બાળકને તંદુરસ્ત જોતા માતા પિતાએ પણ હોપ હોસ્પીટલ ના ડોકટર નો આભાર વ્યક્ત કર્યો હતો
વિજાપુર હોપ હોસ્પીટલ ના ડો વૈભવી પટેલે એક ફેફસા સાથે જન્મેલ બાળકનું સફળ ઓપરેશન કરી જીવનદાન આપ્યુ
વાત્સલ્યમ્ સમાચાર