GUJARATNAVSARIVALSAD CITY / TALUKO

વાંસદા: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન વાંસદા તાલુકામાં વાહનોની અવર જવર પર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર
    મદન વૈષ્ણવ

વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો

નવસારી જિલ્લામાં ‘વિશ્વ આદિવાસી દિવસની” ની ઉજવણી અન્વયે આદિવાસી સમાજના આગેવાનો/કાર્યકરો ધ્વારા વાંસદા વિસ્તારમાં રેલી સ્વરૂપે હનુમાનબારી સર્કલ ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ વિવિધ કાર્યક્રમો ઉજવણી કરે છે.
આદિવાસી ભાઈઓ-બહેનો હનુમાનબારી સર્કલ ખાતે ઉજવણીના લીધે ચીખલી રાનકુવા થી વાંસદા હનુમાનબારી સર્કલ તરફ ,વાંસદા હનુમાનબારી સર્કલ થી વઘઈ  જી.ડાંગ તરફ તથા વાંસદા હનુમાનબારી સર્કલ થી ધરમપુર જી.વલસાડ તરફ આવતા જતા નાના મોટા વાહનોને લીધે વાંસદા હનુમાનબારી સર્કલ ખાતે ટ્રાફિક જામની સ્થિતિ રાર્જાય છે. “વિશ્વ આદિવાસી દિવસની” ઉજવણી દરમ્યાન નીકળનાર રેલી દરમ્યાન હાઈવે પર ટ્રાફીક જામ ન થાય અને ટ્રાફિક સુચારૂ અમલીકરણ અર્થે તેમજ રેલી દરમ્યાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને રેલીનું સુવયવસ્થિત રીતે આગોતરૂ આયોજન થઈ શકે તે માટે નવસારી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વાય. બી. ઝાલાએ મળેલી સતાની રુએ  એક જાહેરનામા દ્વારા લોકોની સલામતી અને સુગમ ટ્રાફિક વ્યવસ્થા અર્થે ટ્રાફિક ડાયવર્ઝનનું જાહરનામું પ્રસિદ્ધ કર્યું છે.જે અનુસાર વાહન ચાલકોએ ચીખલી રાનકુવા થી વાંસદા હનુમાનબારી સર્કલ થી ધરમપુર જી.વલસાડ  તરફ આવતા – જતા વ્હીલર  તથા મોટા ભારે વાહનોને રાનકુવા સર્કલની ખુડવેલ સર્કલ – પાણીખડક સર્કલ – કરંજવેરી ધરમપુર તરફ, ધરમપુર જી. વલસાડ તરફ થી વાંસદા હનુમાનબારી સર્કલ થી વધઈ જી.ડાંગ તરફ  આવતા-જતા ફોર વ્હીલ તથા મોટા ભારે વાહનોને વાંસદા મીંઢાબારી ગામના મેઈન હાઈવે ઉપર આવેલ પુલ થી વાસીયા તળાવ-ખાંભલાઝાપા-મનપુર-સીતાપુર થી મહુવાસ થઇ વઘઈ જી.ડાંગ તરફ અને ચીખલી રાનકુવા થી વાંસદા હનુમાનબારી સર્કલથી વઘઈ જી.ડાંગ તરફ જતા ફોર વ્હીલર તથા મોટા ભારે વાહનો વાંસદા ખડકાળા સર્કલ થઈ ભીનાર ત્રણ રસ્તા ઉનાઈ ખંભાલીયા – ધરમપુરથી –સરા થી મહુવાસ  થઈ વઘઈ જી.ડાંગ  તરફના રસ્તાનો ઉપયોગ કરવો.
આ હુકમ તા.૦૯/૦૮/૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ થી સાંજના ૧૮:૦૦ સુધી  અમલવારી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ની કલમ -૧૩૧ હેઠળ સજાને પાત્ર ગણાશે.

Back to top button
error: Content is protected !!