ઉપલેટા ખાતે રૂ.૧.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૧ ગ્રામ પંચાયત ભવનનો ઈ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

0
41
વાત્સલ્યમ્ સમાચાર

તા.૧૪/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આધુનિક સુવિધાસભર ગ્રામ પંચાયત બનવાથી ગ્રામજનોને ઘર આંગણે મળશે સરકારી સેવાઓનો લાભ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્યશ્રી મહેન્દ્ર પાડલીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિર્મિત ૧૧ ગ્રામ પંચાયત ભવનનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

IMG 20230914 WA0022 1

રૂપિયા ૧.૮૦ કરોડના ખર્ચે માખીયાળા, ભાંખ, મજેઠી, ખાખીજાળીયા, વડેખણ, રબારીકા, તલગણા, ખારચીયા, ઢાંક, કોલકી અને વડાળી ગામમાં ગ્રામ પંચાયત ભવનો બનાવવામાં આવ્યા છે. જેના કારણે ગામડાઓને આધુનિક સુવિધાવાળા પંચાયત ભવનની સુવિધા પ્રાપ્ત થવાની સાથે ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળશે.

IMG 20230914 WA0021

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સ્થાનિક અગ્રણીશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ અન્ય ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG 20230914 WA0023

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here