તા.૧૮/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ગુંદાસર, જામ દાદર અને આણંદપર ગામે ગ્રામ પંચાયતો સહિત જાહેર સ્થળોએ સફાઈ પ્રવૃતિ હાથ ધરાઈ
Rajkot: ગુજરાતના દરેક નાગરિકમાં સ્વચ્છતા થકી પર્યાવરણ અને સ્વાસ્થ્ય સંદર્ભે થતા ફાયદાઓ અંગે જાગૃતિ આવે તે માટે સમગ્ર રાજ્યમાં હાલ “સ્વચ્છતા હી સેવા” અભિયાન કાર્યરત છે. જેની અસરકારકતાં રાજકોટ જિલ્લાના દરેક ગામડાઓમાં જોવા મળી રહી છે. જે અન્વયે જિલ્લાના ગુંદાસર, જામ દાદર અને આણંદપર ગામ ખાતે સ્વચ્છતા પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી.
ગામમાં સ્વચ્છતા થકી પ્રાકૃતિક સંપદાઓનું જતન થાય અને ગ્રામજનોનું સ્વાસ્થ્ય નિરામય રહે તે માટે ગ્રામજનો અને સરકારી કર્મચારીશ્રીઓએ સાથે મળીને ગ્રામ પંચાયત, કચેરી પરીસર, બગીચાઓ અને રસ્તાઓ પરથી વધારાના ઝાડી-ઝાખરા, પ્લાસ્ટીક અને ઘન કચરાને દૂર કર્યો હતો. તેમજ ગ્રામજનોને “સ્વચ્છતા હી સેવાના” અભિયાનને રોજીંદા જીવનમાં કાયમી ધોરણે વણીને આપણું ઘર, સરકારી એકમો અને જાહેર સ્થળોને હરહંમેશ સ્વચ્છ રાખવાનો સંદેશ પાઠવ્યો હતો.