વિજાપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

0
83
વાત્સલ્યમ્ સમાચાર

વિજાપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયાIMG 20230913 144808IMG 20230913 144855
ભાજપે પ્રમુખ ઉપપ્રમુખ ની જવાબદારી મહિલાઓ ને સોંપાઈ
કોંગ્રેસના ઉપપ્રમુખ માટે ઉમેદવારી નોંધાવનાર સદસ્ય હાજર રહ્યા નહિ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયતના કુલ અઠ્ઠાવીસ સભ્યો માંથી એકવીસ સદસ્યો હાજર રહ્યા હતા ચૂંટણી પ્રક્રિયા તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં ચૂંટણી અધિકારી આંસુમાન રાવલ ની અધ્યક્ષતા શરૂ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ માટે ચૌહાણ મીનાબેન જીતેન્દ્ર સિંહે ઉમેદવારી નોંધાવી હતી જયારે ભાજપ તરફથી આશાબેન મહેન્દ્રકુમાર એ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ઉપસ્થિત એકવીસ સભ્યો માંથી કોંગ્રેસના ઉપસ્થિત ચાર સદસ્યો એ મીના બેન ચૌહાણ ને મતો આપ્યા હતા જયારે ભાજપના ઉપસ્થિત સત્તર સદસ્યો એ આશા બેન પટેલને મળતા તેઓને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ તરફથી ચૌધરી લવજીભાઇ વેલજી ભાઈ એ ઉમેદવારી નોંધાવી હતી તેઓને પણ કોંગ્રેસના હાજર ચાર સદસ્યોએ મતો આપ્યા હતા પરંતુ ચૂંટણી સમયે તેઓ ગેરહાજર રહ્યા હતા જેને લઇને તર્ક વિતર્ક સર્જાયા હતા જ્યારે ભાજપના ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવનાર ઠાકોર સીતાબેન ગણેશજી ને ભાજપના હાજર સત્તર સદસ્યો એ મતો આપતા તેઓ પણ ચૂંટાયેલા જાહેર કરવામાં આવતા બંને પ્રમુખ ઉપપ્રમુખ નુ ભાજપના કાર્યકરોએ ફુલહાર થી સ્વાગત કર્યું હતું ભાજપે આ વખતે પ્રમુખ ઉપપ્રમુખ ની જવાબદારી મહિલાઓને સોંપી હતી ચૂંટાયેલા પ્રમુખ આશાબેન પટેલે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ ના કામો ખૂબ ઝડપથી હાથ ધરવામાં આવશે અને બાકી રહી ગયેલા કામો પણ શરૂ કરવામાં આવશે તેવો ઉપસ્થિત કાર્યકરો ને જણાવ્યું હતુ આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ રાજુભાઇ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ તેમજ સંજય પટેલ શહેર પ્રમુખ તેમજ યોગેશ પટેલ નેતાજી તેમજ કમલેશ કાકા મનોજપટેલ કમલેશ પટેલ તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ને વિજય ઉત્સવ ને ઉજવણી કરી હતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here