વાત્સલ્યમ્ સમાચાર
21 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની કારોબારી વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાઈ. જેમાં શ્રી કે.જી.મહેતા હાઈસ્કૂલ, મેમદપુરના આચાર્યશ્રી કાંતિભાઈ એમ. પ્રજાપતિની બનાસકાંઠા જિલ્લાના આચાર્ય સંવર્ગમાં મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. તેઓ હવે બનાસકાંઠા જિલ્લાના આચાર્ય સંવર્ગના પડતર પ્રશ્નોને વાચા આપવાની જવાબદારી નિભાવશે. તેઓશ્રીની મહામંત્રી તરીકે વરણી થતાં આચાર્ય સંવર્ગના હોદ્દેદારો અને તેમનો શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.