
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૮ માર્ચ : 8 માર્ચે ના રોજ વૈશ્વિક સ્તરે મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા માં આવે છે સમાજમાં મહિલાઓનો દરેક ક્ષેત્રે હિસ્સો વધી રહ્યો છે અને મહિલાઓ સફળતાની નવી ઉંચાઇઓ સર કરી રહી છે. દરેકના જીવનમાં માતા, બહેન, પત્ની, પુત્રી, પુત્રવધુના રુપમાં મહિલાઓનું અનોખું સ્થાન છે. EMRI GREEN HELTH SERVICE ધન્વંતરી આરોગ્ય રથ ના મહિલા કર્મચારી દ્વારા વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી જેમાં કચ્છ. મેડીકલ સ્ટાફ ધ્વારા કેક કાપી.ઉજવણી કરવામાં આવી હતી તેમજ જ્યારે કોઈ મહિલા પર આફત આવે ત્યારે તેઓ આત્મનિર્ભર થઈ સ્વાબચાવ કેવી રીતે કરવો તેની માહિતી આપી હતી.













