
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

જાહેરનામા અંતર્ગત ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન સુખાબારી ગામ સ્થિત ફાયરીંગ બટના વિસ્તારમાં આજુબાજુના રહીશો તેમજ બહારના કોઈ અનઅધિકૃત વ્યક્તિઓ આ જમીનની હદ વિસ્તારમાં પ્રવેશ કરવા અથવા હદમાં ફરવા કે ઢોર-ઢાંખરને પ્રવેશ આપવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. તા. ૨૦-૧૨-૨૦૨૪ થી તા. ૩૧-૦૧-૨૦૨૫ ના સમયગાળા દરમિયાન સવારે ૬ કલાકથી સાંજે ૬ કલાક સુધી અથવા કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે ૪૩ દિવસ માટે ઉક્ત વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ સાથે જ ગોળીબાર તથા અશ્રુવાયુના અભ્યાસ દરમિયાન ઈજા ન થાય તે માટે જાહેર જનતાને સાવચેત રહેવા જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.




