DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ જિલ્લાના પીપલોદ બ્રિજ નીચે મકાનમાં ભીષણ આગ

તા.૨૦.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના પીપલોદ વિસ્તારમાં aveબ્રિજ નીચે મકાનમાં ભીષણ આગ

દાહોદ જિલ્લાના પીપલોદ વિસ્તારમાં આવેલ બ્રિજ નીચે એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી.આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.માહિતી મળતા જ દેવગઢ બારિયા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા ઝડપી કાર્યવાહી કરી આગને કાબૂમાં લેવામાં આવી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે મકાન સંપૂર્ણપણે બળી ખાક થઈ ગયું હતું. ઘરમાં રહેલી ઘરફાળીની તમામ વસ્તુઓ આગની ઝપેટમાં આવી બળી ગઈ હતી, જેને કારણે માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!