રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૯.૨૦૨૩
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચૌહાણ ગુરૂવારના રોજ બપોર બાદ યાત્રાધામ પાવાગઢ ખાતે આદ્યશક્તિ જગત જનની માં કાલિકા ના દર્શનાર્થે પરિવાર સાથે આવી પહોંચ્યા હતા.ઐતિહાસિક ધ્વજારોહણ બાદ કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવ્યા હોય તેવા પ્રથમ બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ વડોદરા થી બાય રોડ પાવાગઢ જવા નીકળ્યા હતા.દરમિયાનમાં હાલોલ ટોલનાકા નજીક સ્થાનિક કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસના બેનરો સાથે પૂર્વ મુખ્યમંત્રીના સ્વાગત અર્થે એકઠા થયા હતા.જ્યાં પૂર્વ મુખ્યમંત્રી નો કાફલો આવતા સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બુકે આપી તેમજ ફૂલહાર કરી પૂર્વ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટૂંકા રોકાણ બાદ પૂર્વ મુખ્યમંત્રી નો કાફલો માતાજીના દર્શનાર્થે પાવાગઢ તરફ જવા રવાના થયો હતો. પાવાગઢ માતાજીના નિજ મંદિર માં પહોંચી તેઓએ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી પૂજા,અર્ચના, પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા તેઓનું સ્વાગત કર્યું માતાજીનો પ્રસાદ, ચુંદડી તેમજ ગૌમુખી પ્રસાદ તરીકે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાજીના દર્શન કરી પૂર્વ મુખ્યમંત્રી નો કાફલો પરિવાર સહિત વડોદરા તરફ થયો હોવાનું જાણવા મળેલ છે.ત્યારે હાલોલ ખાતે આવી પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી નું સ્વાગત કરવા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી ,હાલોલ નગરપાલિકા ના પૂર્વ વિરોધ પક્ષ ના નેતા સલીમ ભાઈ પાનવાલા સરજૉન, હાલોલ શહેર લઘુમતી મોરચા પ્રમુખ ફારૂકભાઈ બાગવાલા, તાલુકા પ્રમુખ ગજેન્દ્રસિંહ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.